- અમદાવાદ: ભ્રષ્ટાચારીઓ ગુજરાતમાં બેફામ બન્યા છે તેમ કહીએ તો જરા પણ ખોટું નથી. કારણ કે પ્રજા જે ટેક્સ સ્વરૂપે વિકાસ માટે પૈસા આપે છે તે પૈસા ભાગબટાઈ થઈને ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ સત્તાધિશીના ખિસ્સામાં પહોંચી રહ્યા છે. તેથી જ ગુજરાતમાં થોડા વર્ષોમાં બનેલા અનેક બ્રિજ તુટી પડવાની તૈયારીમાં આવી ગયા છે. ગઈકાલે મહેસાણા બાદ આજે વડોદરા અને સુરેન્દ્રનગરના બ્રિજ પર ગાબડા પડ્યા. જોકે અસ્મિતા ન્યુઝના અહેવાલ બાદ બ્રિજને થાગડ થીગડ તો કરી દેવાયો.વડોદરામાં સરિતા ફાટક પાસેનો બ્રિજ પણ બેસી જતાં વાહન વ્યવહાર રોકી દેવાયો. જો કે R & Bના અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે રિપેરિંગનું કામ કર્યું હતું. ત્યારબાદ સુરેન્દ્રનગરના જિલ્લા પંચાયત પાસે બનેલા બ્રિજમા માત્ર 5 દિવસમાં જ તિરાડો પડવા લાગી. આ ત્રણેય શહેરોના બ્રિજની દશા દર્શાવે છે કે કોન્ટ્રાક્ટરો અને તંત્રની મિલીભગતના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જ્યારે તંત્રના સત્તાધીશો લોકોના ટેક્સના પૈસાનું આંધણ કરે છે. ત્યારે આવા લોકો સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગણી ઉઠી છે..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.