ગુજરાતના CM વિજય રૂપાણી માટે 191 કરોડનું વિમાન ખરીદાયું, પ્લેનની ખાસિયતો જાણી ચોંકી જશો

ગુજરાત સરકારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત વીવીઆઈપી (રાજ્યપાલ અને નાયબ મુખ્યમંત્રી) માટે 191 કરોડ રૂપિયાનું નવું વિમાન ખરીદ્યું છે. 5 વર્ષથી પડતર આ વિમાનની ખરીદીની પ્રક્રિયા પુરી થઇ ગઇ છે. આ મહીનાના ત્રીજા અઠવાડિયામાં બોમ્બાર્જિયર ચેલેન્જર 650 વિમાનની ડિલેવરી કરવામાં આવશે. આ વિમાન 7000 કિ.મી સુધી ઉડાન ભરવામાં સક્ષમ છે.

નાગરિક ઉડ્ડયન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, સીએમના તમામ પ્રવાસો માટે હાલ બીચક્રાફ્ટ સુપર કિંગ વિમાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે ઓછા અંતર માટે ઉપયોગી વિમાન છે. તેમણે જણાવ્યું કે, લાંબી યાત્રા માટે રાજ્યના ગણમાન્ય વ્યક્તિઓની યાત્રા માટે એક લાખ રૂપિયા પ્રતિ કલાકથી પણ વધારે કિંમત પર ખાનગી વિમાનની સેવા લેવી પડતી હતી. એટલા માટે નવું વિમાન ખરીદવામાં આવ્યું છે. આ સિવાય જૂના વિમાનમાં રી ફ્યૂલિંગની સમસ્યા પણ હતી. આ વિમાન લાંબી યાત્રા માટે સક્ષમ નહોતું.

જૂના વિમાનની સરખામણીમાં બે ગણી ઝડપ
સીએમના વર્તમાન બીચક્રાફ્ટ સુપર કિંગ વિમાનને 2500 કિલોમીટરનું અંતર કાપવામાં પાંચ કલાકથી વધારેનો સમય લાગે છે, જ્યારે બોમ્બાર્ડિયર વિમાન માત્ર 3 કલાકની અંદર જ તમારા નક્કી કરેલા સ્થળે પહોંચાડી દે છે. તેના પાછળનું કારણ તેમાં રી ફ્યૂલિંગની સમસ્યા નથી, એટલા માટે શક્ય બન્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ વિમાનને કેનેડાના ક્યૂબેક સ્થિત બોમ્બાર્ડિયર કંપનીએ બનાવ્યું છે. અત્યાર સુધી ચેલેન્જર સીરિઝના કુલ 1100 વિમાન જ બજારમાં ઉતર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.