ગુજરાત કોંગ્રેસનાં આ નેતાએ સુપ્રીમમાં કરી દાદ, ‘મને દ્વારકાનો MLA જાહેર કરો’

દ્વારકા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા મેરામણ ગોરિયાએ સુપ્રીમકોર્ટમાં અરજી કરી છે. મેરામણ ગોરિયાની રજૂઆત હતી કે, હાઈકોર્ટના ચુકાદાથી સ્પષ્ટ થયું છે કે, પબુભા માણેકનુ નોમિનેશન ફોર્મ ખોટુ છે. જેના લીધે, તેઓ આપો આપ નીકળી જાય છે. આ ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવવામાં તેઓ બીજા સ્થાને છે, તેથી તેમને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે, આ અરજીને પબુભા માણેકની અપીલ સાથે માર્ચ મહિનામાં સાંભળવાની મજૂરી આપી છે. મહત્વનું છે કે, વર્ષ ૨૦૧૭માં પબુભા સામે મેરામણની અંદાજે ૫૦૦૦ મતોથી હાર થઈ હતી.

કેસની વિગત જોઈએ તો, વર્ષ ૨૦૧૭માં દ્વારકા વિધાનસભા બેઠકની ચૂંટણી યોજાઈ હતી. જેમાં, ભાજપના ઉમેદવાર પબુભા માણેક વિજેતા થયા હતા. આ જીત સામે, કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ હાઈકોર્ટમાં ચૂંટણી અરજી કરી હતી. આ સમયે, અરજદારની રજૂઆત હતી કે, પબુભા માણેકે જે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, તેમાં વિધાનસભા બેઠકનુ નામ અને નંબર દર્શાવ્યા ન હતા. આ સમયે, રિર્ટિંનગ ઓફિસરે વાંધો ઉઠાવ્યો હતો, જો કે, બાદમાં પબુભા માણેકના ઉમેદવારી ફોર્મને માન્ય રાખ્યું હતું.

બીજી તરફ, પબુભા માણેકના વકીલે આ અરજીનો વિરોધ કર્યો હતો. સુનાવણી બાદ, હાઈકોર્ટે પબુભા માણેકની ચૂંટણીને જ રદ કરી દીધી હતી. હાઈકોર્ટે નોંધ્યું હતુ કે, પબુભા માણેકે તેમનુ નોમિનેશન ફોર્મ યોગ્ય રીતે ભર્યંચ નથી ( રિપ્રેન્ઝન્ટેટિવ એક્ટ-૧૯૫૧ની જોગવાઈ મુજબ નથી ). હાઈકોર્ટના આ આદેશ સામે પબુભા માણેકે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરેલી છે. જેમાં, હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો નથી. જો કે, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ અરજી પર અંતિમ નિર્ણય આવે નહીં, ત્યાં સુધી દ્વારકા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જાહેર કરવી નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.