ગુજરાત કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણી માથાનો દુખાવો લઈને આવે છે. કોંગ્રેસનાં ધારાસભ્યોનાં રાજીનામા બાદ ભાજપના ડરથી કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને રિસોર્ટમાં શિફ્ટ કર્યાં છે. તો બીજી બાજુ હવે પોલીસ પર કોંગ્રેસ માટે મુશ્કેલી લઈને આવી છે. રિસોર્ટ ખોલવાની પરમિશન ન હોવા છતાં રાજકોટ રિસોર્ટમાં ધારાસભ્યોને રાખતાં પોલીસે નીલ સિટી રિસોર્ટનાં માલિક અને મેનેજર સામે ફરિયાદ નોંધી છે.
ગુજરાત કોંગ્રેસ માટે હાલ પરિસ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી છે. ચૂંટણીના બંને ઉમેદવારો વચ્ચે ધારાસભ્યોની ખેંચતાણ ચાલી રહી છે. કોંગ્રેસમાં રીતસરનાં બે ફાંટા પડી ગયા હોય તેવી ચર્ચા ચાલી રહી છે. ભરતસિંહનું ગ્રૃપ અલગ અને શક્તિસિંહનું ગ્રૃપ અલગ હોય તેવું સુત્રો જણાવી રહ્યા છે. તેવામાં નીલ સિટી રિસોર્ટમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતા.
પણ હવે પોલીસ દ્વારા નિલ સીટી રિસોર્ટના મેનેજર અને માલિક સામે ફરિયાદ નોંધાવામાં આવી છે. રિસોર્ટનાં મેનેજર સમર્થ મહેતા અને રિસોર્ટના માલિક સામે ફરિયાદ નોંધાઈ છે. મંજૂરી વગર રિસોર્ટ ખોલતાં પોલીસે આ ફરિયાદ નોંધી છે. જાહેરનામા ભંગની યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યો આ રિસોર્ટમાં રોકાયા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનો રિસોર્ટના માલિક છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.