ગુજરાત કોંગ્રેસના નેતાઓના આંતરિક જૂથવાદ અને વિખવાદના કારણે કોંગ્રેસના એક પછી એક નેતાઓ અને કાર્યકર્તાઓ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી રહ્યા છે. રાધનપુર અને બાયડના કોંગ્રસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા પછી લુણાવાડા વિધાનસભાની બેઠક પર કોંગ્રેસમાં ભંગાણ થયું છે. આણંદ જિલ્લા કોંગ્રસના પ્રમુખે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
એક રિપોર્ટ અનુસાર લુણાવાડા બેઠક પર યોજાયેલી ભાજપની જનસભામાં આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વીનુ ઠાકોરે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. વિનુ ઠાકોરે શનિવારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું હતું. ભાજપમાં જોડાયા પછી સોમવારના રોજ સવારે 9:50 કલાકે વીનુ ઠાકોરે ફેસબુક પર એક પોસ્ટ અપલોડ કરી હતી. આ પોસ્ટમાં તેમને લખ્યું હતું કે, બધા જ મિત્રોને જવાબ આપું છું, બધા જ સવાલોના જવાબ થોડા જ કલાકોમાં. પણ વિચારું છું કે, કેટલાને ઉઘાડા કરું.
વીનુ ઠાકોરની આ પોસ્ટના કારણે થોડીવાર સોશિયલ મીડિયા પર વોર શરૂ થઇ ગયો હતો. જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ વીનુ ઠાકોર સામે રોષ વ્યક્ત કર્યો હતો, તો ભાજપના કાર્યકર્તાઓએ વીનુ ઠાકોરનું સમર્થન કર્યું હતું. આ સોશિયલ વોર પછી આણંદ ભાજપ કાર્યાલય દ્વારા વીનુ ઠાકોરના નામ સાથે 15 ઓક્ટોબરના રોજ એક પ્રેસકોન્ફરન્સનું આમંત્રણ આપતો મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.