ગુજરાતમાં કોરોનાનો આતંક યથાવત: આજે 363 નવા કેસ નોંધાયા; 29ના મોત

Highlight

– રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 363 નવા કેસ
– રાજ્યમાં કોરોના કુલ કેસનો આંકડો 13,273 પર પહોંચ્યો
– રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 29ના મોત સાથે મૃત્યુઆંક 802 પર પહોંચ્યો
– રાજ્યમાં છેલ્લા 24 કલાક 392 દર્દી ડિસ્ચાર્જ થયા, આ સાથે અત્યાર સુધીમાં કુલ 5,880 ડિસ્ચાર્જ થયા
– અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 275 નવા કેસ નોંધ્યા જ્યારે 26ના મોત નીપજ્યાં

રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત છે. રાજ્યમાં કોરોનાના કેસ જંગલના આગની જેમ વધી રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર આપી હતી.

આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 363 નવા કેસ નોંધાયા છે. જ્યારે 29 લોકોના મૃત્યુ થયા છે. આજે એક જ દિવસમાં કુલ 292 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 5,880 ડિસ્ચાર્જ થયા છે.

સમગ્ર ગુજરાતમાં નોંધાયેલા 363 કેસ પૈકી એકલા અમદાવાદમાં 275 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 29 કેસ, વડોદરામાં 21 નોંધાયા છે.

ગુજરાતમાં વધુ 371 કેસની સાથે ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા 13,273 થઇ ગઇ છે. જેમાંથી 63 લોકોને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 6528 લોકો સ્ટેબલ છે, તો 5880 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે અને 802 લોકોના મોત નીપજ્યાં છે.

અમદાવાદમાં નોંધાયેલા નવા 275 કેસની સાથે કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 9,724 થઇ ગઈ છે. જ્યારે 645 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 3658 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તો 5,421 કેસ એક્ટીવ છે.

સુરતમાં આજે નોંધાયેલા નવા 29 કેસની સાથે કુલ કેસની સંખ્યા 1256 થઈ ગઇ છે જ્યારે 57 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 850 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે તો 349 કેસ એક્ટિવ છે.

વડોદરાની વાત કરી તો આજે નોંધાયેલા નવા 21 કેસની સાથે કુલ કેસની સંખ્યા 771 થઈ ગઇ છે જ્યારે 35 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 475 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે તો 261 કેસ એક્ટિવ છે.

નવા કેસ અને મરણની સ્થિતિ

આજના કેસ

આજના મરણ

આજના
ડિસ્ચાર્જ

363

પ્રાથમિક રીતે
કોવીડ 19 નાં કારણે

કોમોબીડીટી,
હાઈરીસ્ક,
અને કોવીડ -19

392

11

18

નવા નોંધાયેલા કેસોની વિગત

જિલ્લો

કેસ

અમદાવાદ

275

સુરત

29

વડોદરા

21

સાબરકાંઠા

11

સુરેન્દ્રનગર

5

ગીર-સોમનાથ

4

ગાંધીનગર

3

ખેડા

3

કચ્છ

3

જુનાગઢ

3

આણંદ

2

મહેસાણા

2

રાજકોટ

1

વલસાડ

1

કુલ

363

દર્દીઓની વિગત

ક્રમ

અત્યાર સુધીના
કુલ પોઝીટીવ દર્દી

દર્દી

ડિસ્ચાર્જ

મૃત્યુ

વેન્ટીલેટર

સ્ટેબલ

1

13273

63

6528

588૦

8૦2

નવા નોંધાયેલા મરણની વિગત

ક્રમ

જિલ્લો

કુલ

પુરુષ

સ્ત્રી

1

અમદાવાદ

26

17

૦9

2

ગાંધીનગર

૦2

૦2

૦૦

3

ખેડા

૦1

૦1

૦૦

કુલ

29

2૦

૦9

નવા નોંધાયેલા ડિસ્ચાર્જની વિગત

ક્રમ

જિલ્લો

કુલ

પુરુષ

સ્ત્રી

1

અમદાવાદ

328

2૦8

12૦

2

સુરત

27

22

૦5

3

ગાંધીનગર

14

૦9

૦5

4

વડોદરા

૦5

૦5

૦૦

5

છોટા ઉદેપુર

૦3

૦3

૦૦

6

પંચમહાલ

૦3

૦2

૦1

7

ભરૂચ

૦2

૦2

૦૦

8

ભાવનગર

૦2

૦૦

૦2

9

ખેડા

૦2

૦1

૦1

1૦

મહીસાગર

૦2

૦2

૦૦

11

અરવલ્લી

૦1

૦૦

૦1

12

જામનગર

૦1

૦૦

૦1

13

જુનાગઢ

૦1

૦1

૦૦

14

પાટણ

૦1

૦૦

૦1

કુલ

392

255

137

લેબોરેટરી પરીક્ષણની વિગત

વિગત

ટેસ્ટ

પોઝીટીવ

નેગેટીવ

અત્યાર સુધીના કુલ

172562

13273

159289

રોગની પરીસ્થિતિ

વિશ્વ

ભારત

ગુજરાત

નવા કેસ

1૦3981

6૦88

363

કુલ કેસ

4893186

118447

13273

નવા મરણ

4467

148

29

કુલ મરણ

323256

3583

8૦2

કોરોન્ટાઇન ફેસિલીટીની સ્વગતો

હોમ
કોરોન્ટાઇન

સરકારી
ફેસિલીટીમાં
કોરોન્ટાઇન

પ્રાઇવેટ
ફેસિલીટીમાં
કોરોન્ટાઇન

કુલ
કોરોન્ટાઇન
સંખ્યા

418744

11665

734

431143

સાબરકાંઠામાં વધુ 11 કેસ નોંધાયા
સાબરકાંઠા જિલ્લામાં આજે 11 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. છેલ્લા બે દિવસમાં જ કોરોનાના કુલ 19 કેસ નોંધાયા હતા. લોકડાઉન‌ હળવુ બન્યા બાદ કેસમાં ઉછાળો થયો છે. કોરોનાનો કુલ આંકડો 61 પર પહોચ્યો છે. જોકે, અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ 3 દર્દીના મોત થયા હતા.

કેશોદમાં કોરોના દર્દીની સંખ્યા 17 પર પહોંચી

કેશોદમાં આજે એકજ પરિવારના ત્રણ સભ્યો કોરાના પોઝિટીવ આવ્યા છે. પરિવાર મુંબઈથી કેશોદ આવ્યા હતા અને 16મી તારીખે સાંજે તેઓ બસ મારફતે કેશોદમાં આવ્યા હતા. પરિવાર જે વિસ્તારમાં રહેતો હતો તે વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયો છે. સાથે જ જુનાગઢ જિલ્લામાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 17 પર પહોંચી છે. જે પૈકી 4 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. જ્યારે 13 દર્દીઓ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.