ગુજરાતમાં કોરોનાનો ભરડો: 398 નવા કેસ નોંધાયા; 30ના મોત

Highlight
– રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 398 નવા કેસ
– રાજ્યમાં કોરોના કુલ કેસનો આંકડો 12,539 પર પહોંચ્યો

રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત છે. રાજ્યમાં કોરોનાના કેસ જંગલના આગની જેમ વધી રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર આપી હતી.

આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 398 નવા કેસ નોંધાયા છે. જ્યારે 30 લોકોના મૃત્યુ થયા છે. આજે એક જ દિવસમાં કુલ 176 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 5,219 ડિસ્ચાર્જ થયા છે.

સમગ્ર ગુજરાતમાં નોંધાયેલા 398 કેસ પૈકી એકલા અમદાવાદમાં 261 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં 26, સુરતમાં 37 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં વધુ 398 કેસની સાથે ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા 12,539 થઇ ગઇ છે. જેમાંથી 47 લોકોને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 6524 લોકો સ્ટેબલ છે, તો 5219 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે અને 749 લોકોના મોત નીપજ્યાં છે.

અમદાવાદમાં નોંધાયેલા નવા 261 કેસની સાથે કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 9,216 થઇ ગઈ છે. જ્યારે 602 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 3130 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તો 5484 કેસ એક્ટીવ છે.

બીજી તરફ વડોદરાની વાત કરી તો આજે નોંધાયેલા નવા 26 કેસની સાથે કુલ કેસની સંખ્યા 726 થઈ ગઇ છે જ્યારે 32 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 463 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે તો 231 કેસ એક્ટિવ છે.

સુરતમાં આજે નોંધાયેલા નવા 37 કેસની સાથે કુલ કેસની સંખ્યા 1193 થઈ ગઇ છે જ્યારે 56 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 783 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે તો 354 કેસ એક્ટિવ છે.

19.05.2020 17.00 કલાક બાદ નવા કેસ અને મરણની સ્થિતિ

આજના કેસ

આજના મરણ

આજના
ડિસ્ચાર્જ

398

પ્રાથમિક રીતે
કોવીડ 19નાં કારણે

કોમોબીડીટી,
હાઈરીસ્ક,
અને કોવીડ -19

176

15

15

 19.05.2020 17.00 બાદ નવા નોંધાયેલા કેસોની વિગત

જિલ્લો

કેસ

અમદાવાદ

271

સુરત

37

વડોદરા

26

મહીસાગર

15

પાટણ

15

કચ્છ

5

અરવલ્લી

4

ગાંધીનગર

3

સાબરકાંઠા

3

નવસારી

3

સુરેન્દ્રનગર

3

બનાસકાંઠા

2

આણંદ

2

ખેડા

2

વલસાડ

2

જામનગર

1

ભરૂચ

1

દાહોદ

1

જુનાગઢ

1

અન્દ્ય રાજ્ય

1

કુલ

398

દર્દીઓની વિગત

અત્યાર સુધીના
કુલ પોઝીટીવ દર્દી

દર્દી

ડિસ્ચાર્જ

મૃત્યુ

વેન્ટીલેટર

સ્ટેબલ

12539

47

6524

5219

749

19.05.2020 17.00 કલાક બાદ નવા નોંધાયેલા મરણની વિગત

ક્રમ

જિલ્લો

કુલ

પુરુષ

સ્ત્રી

1

અમદાવાદ

26

22

04

2

સુરત

01

00

01

3

ગાંધીનગર

01

00

01

4

પાટણ

01

01

00

5

સાબરકાંઠા

01

01

00

કુલ

30

24

06

19.05.2020 17.00 કલાક બાદ નવા નોંધાયેલા ડિસ્ચાર્જની વિગત

ક્રમ

જિલ્લો

કુલ

પુરુષ

સ્ત્રી

1

અમદાવાદ

107

75

32

2

આણંદ

01

01

00

3

બનાસકાંઠા

01

01

00

4

ભરૂચ

01

01

00

5

ભાવનગર

09

09

00

6

બોટાદ

03

03

00

7

ગાંધીનગર

10

07

03

8

પંચમહાલ

02

00

02

9

સાબરકાંઠા

05

03

02

10

સુરત

25

23

02

11

વડોદરા

12

07

05

કુલ

176

130

46

લેબોરેટરી પરીક્ષણની વિગત

વિગત

ટેસ્ટ

પોઝીટીવ

નેગેટીવ

અત્યાર
સુધીના
કુલ

160772

12539

148233

રોગની પરિસ્થિતિ

વિશ્વ

ભારત

ગુજરાત

નવા કેસ

112637

5611

398

કુલ કેસ

4731458

106750

12539

નવા મરણ

4322

140

30

કુલ મરણ

316169

3303

749

કોરોન્ટાઇન ફેસિલીટીની સ્વગતો

ક્રમ

હોમ કોરોન્ટાઇન

સરકારી
ફેસિલીટીમાં કોરોન્ટાઇન

પ્રાઇવેટ
ફેસિલીટીમાં કોરોન્ટાઇન

કુલ
કોરોન્ટાઇન
સંખ્યા

1

464900

10562

622

476084

પાટણમાં એક સાથે વધુ 11 પોઝિટીવ કેસ, કોરોનાગ્રસ્ત યુવકનું મોત
પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસોમાં ઉભરો આવ્યો હોય તેમ એક બાદ એક સામે આવી રહ્યા છે. જેમાં બુધવારે એકસાથે કુલ 11 કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. જ્યારે એક દર્દીનું મોત નિપજતા આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઇ છે. બુધવાર બપોરે પાટણ શહેર-તાલુકામાં 6, સમી તાલુકામાં 2, શંખેશ્વર તાલુકામાં 2 તેમજ સરસ્વતી તાલુકામાં 1 મળી કુલ 8 મહિલા તેમજ 3 પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા પોઝિટીવ આવનાર દર્દીઓના પરિવારના તમામ સભ્યોને કોરોન્ટાઇન કરી સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.