છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા છે. ચારેય કેસ લોકલ ટ્રાન્સમીશનના છે. ચાર નવા કેસ નોંધાયા જેમાં ભાવનગરમાં બે, સુરતમાં એક અને વડોદરામાં એક કેસ સામે આવ્યો છે.
ગુજરાતમાં કોરોના પોઝિટીવના કેસ 179 છે. 16 ના મોત નીપજ્યા છે. 25ને ડિસ્ચાર્જ કરાયા છે. 2 દર્દીની હાલત ક્રિટિકલ છે. જામનગરમાં 14 માસના બાળકનુ મોત નીપજ્યુ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશના કુલ કેસ 114 નોંધાયા છે.
અમદાવાદમાં કોરોનાના 83 કેસ, સુરતમાં 23, વડોદરામાં 13, ભાવનગરમાં 16, કચ્છમાં 2, મહેસાણામાં 2, ગીર સોમનાથ 2, પાટણ 5, છોટાઉદેપુર, જામનગર, સાબરકાંઠા, મોરબી અને આણંદમાં 1-1 કેસ નોંધાયા છે. જોકે, ભાવનગર અને સુરતમાં નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના 2 દર્દીના મોત નીપજ્યા છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ લોકોને પોતાની ઈમ્યુનિટિ સિસ્ટમને વધારવાની સલાહ આપી છે. રાજ્યમાં સરકારે રેપિડ ટેસ્ટ પણ શરૂ કર્યા છે.
વડોદરાના કરજણ તાલુકામાં કોરોનાના શંકાસ્પદ દર્દીનું મોત થયુ છે. આ દર્દીનો કોરોનાનો રિપોર્ટ આવવાનો બાકી છે. કરજણના 58 વર્ષીય પ્રૌઢને ગોત્રી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા..અને વહેલી સવારે પ્રૌઢનું મોત થયુ છે. છેલ્લા 24 કલાકમાં 932 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 3,972 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 687 નેગેટિવ અને 14 પોઝિટિવ આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.