રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત છે. રાજ્યમાં કોરોનાના કેસ જંગલના આગની જેમ વધી રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર આપી હતી.
આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 362 નવા કેસ નોંધાયા છે. જ્યારે 20 લોકોના મૃત્યુ થયા છે.
રાજકોટમાં બે દિવસમાં 22 કોરોનાના દર્દીઓ સાજા થતા રજા અપાઈ
રાજ્યમાં અમદાવાદ સહિત મહાનગરોમાં કોરોનાની મહામારી હજુ ચિંતાજનક છે ત્યારે રાજકોટમાં આશાનું કિરણ જાગ્યું છે અને શહેરમાં સપ્તાહમાં નવા કેસ ન થાય તો કોરોના મુક્ત બને તેમાં છે આજે રાજકોટમાં વધુ પાંચ દર્દીઓ તથા ગઈકાલે 17 સહિત બે દિવસમાં જ 22 દર્દીઓ સારવાર સફળ રહેતા અને સાજા થઇ જતાં ડિસ્ચાર્જ કરાયાનું મહાપાલિકાએ જાહેર કર્યો છે આમ શહેરમાં કુલ 63 દર્દીઓમાંથી 54 દર્દીઓ સાજા થયા છે અને હવે માત્ર નવ દર્દીઓ સારવાર હેઠળ છે જેમની સ્થિતિ પણ ટેબલ ગણાવાય છે બીજી તરફ રાજકોટમાં નવ દિવસમાં બહારગામથી આવેલા આશરે 5000 લોકોને હોમ કેવોરન્ટીન કર્યા છે. લોકડાઉન 3 નો સમય પૂરો થવામાં છે ત્યારે રાજકોટને ધંધા રોજગાર તેમજ શહેર વિસ્તારમાં ઉદ્યોગ શરૂ કરવા વ્યાપક છૂટછાટ મળે તેવા નિર્દેશો પણ મળી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.