અનલોકનાં તબક્કામાં ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી મૂક્યો છે. રોજનાં 400ને પાર નોંધાતા કેસોમાં હવે ધરખમ ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધુ 510 પોઝિટિવ કેસો નોંધાયા છે. એક જ દિવસમાં આટલાં બધાં કેસો નોંધાતાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 35 લોકોનાં મોત નિપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 324 કેસો નોંધાયા છે. અને 30 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 344 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દી સાજા થવાનો રિકવરી રેટ 68.05 ટકા થયો છે.
છેલ્લા 24 કલાકમાં 510 કેસો નોંધાતા રાજ્યમાં કોરોના પોઝિટિવનાં કુલ કેસનો આંક 19119 થઈ ગયો છે. જ્યારે મોતનો કુલ આંક 1190 પર પહોંચ્યો છે. અને અત્યાર સુધી રાજ્યમાં કુલ ડિસ્ચાર્જનો આંક 13011 છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 324, સુરતમાં 67, વડોદરામાં 45, ગાંધીનગરમાં 21, મહેસાણા 9, પાટણ 6, જામનગર 6, વલસાડ 5, ભાવનગર 4, અમરેલી 4, ખેડા 3, ભરૂચ 3, સુરેન્દ્રનગર 3, ડાંગ 2, બનાસકાંઠા 1, રાજકોટ-અરવલ્લી-સાબરકાંઠા-છોટા ઉદેપુર-જૂનાગઢ- નવસારી-દેવભૂમિ દ્વારકામાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.