– રાજ્યમાં કોરોનાનો આંકડો 7,013 પર પહોંચ્યો, કુલ 425ના મોત
રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત છે. રાજ્યમાં કોરોનાના કેસ જંગલના આગની જેમ વધી રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર આપી હતી.
આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં હાલ કુલ 388 નવા કેસ નોંધાયા છે. 29 લોકોના મૃત્યુ થયા છે. 26 લોકો વેન્ટિલેટર પર છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 275 કેસ નોંધાયા છે. અમદાવાદમાં નોંધાયેલા કેસની સંખ્યા ચિંતાજનક છે.
રાજ્યમાં 60 ટકાથી વધુ કેસો માત્ર અમદાવાદમાં
આ જોતાં અંદાજ લગાવી શકાય છેકે,આખાય રાજ્યમાં 60 ટકાથી વધુ કેસો માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. Coronaનુ સંક્રમણ એટલુ વધ્યુ છેકે, આજે રાજ્યના 14 જિલ્લામાં કેસો નોંધાયા હતાં.
Highlight
– રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 388 નવા કેસ
– ગુજરાતમાં સતત 8માં દિવસે 300 પ્લસ કેસ નોંધાયા
– ગુજરાતમાં કોરોના કુલ કેસનો આંકડો 7,013 પર પહોંચ્યો
– છેલ્લા 24 કલાક 29ના મોત
– છેલ્લા 24 કલાક 119 દર્દી સાજા થયા, અત્યાર સુધી 1500 લોકો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.