રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત છે. રાજ્યમાં કોરોનાના કેસ જંગલના આગની જેમ વધી રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર આપી હતી.
આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 348 નવા કેસ નોંધાયા છે. જ્યારે 19 લોકોના મૃત્યુ થયા છે. આજે એક જ દિવસમાં કુલ 273 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 4,308 ડિસ્ચાર્જ થયા છે. આ સાથે ગુજરાતમાં કોરોનાનો આંકડો દસ હજારને પાર થઇ ગયો છે.
સમગ્ર ગુજરાતમાં નોંધાયેલા 348 કેસ પૈકી એકલા અમદાવાદમાં 264 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં 19, સુરતમાં 34 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં વધુ 348 કેસની સાથે કુલ કેસની સંખ્યા 10,989 થઇ ગઇ છે. જેમાંથી 46 લોકોને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 6010 લોકો સ્ટેબલ છે, તો 4308 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે અને 625 લોકોના મોત નીપજ્યાં છે.
અમદાવાદમાં નોંધાયેલા નવા 264 કેસની સાથે કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 8,144 થઇ ગઈ છે. જ્યારે 493 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 2545 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તો 5106 કેસ એક્ટીવ છે.
બીજી તરફ વડોદરાની વાત કરી તો આજે નોંધાયેલા નવા 19 કેસની સાથે કુલ કેસની સંખ્યા 639 થઈ ગઇ છે જ્યારે 32 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 384 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે તો 223 કેસ એક્ટિવ છે.
14 મે 2020 17.00 કલાક બાદ નવા કેસ અને મરણની સ્થિતિ
આજના કેસ |
આજનાક્રમરણ |
આજના |
|
348 |
પ્રાથિમક રીતે |
કોમોર્બીડીટી, |
273 |
|
09 |
10 |
|
14 મે 2020 17.00 બાદ નવા નોંધાયેલ કેસોની વિગત
જીલ્લો |
કેસ |
અમદાવાદ |
264 |
વડોદરા |
19 |
સુરત |
34 |
રાજકોટ |
1 |
ભાવનગર |
4 |
ગાંધીનગર |
6 |
પાટણ |
3 |
પંચમહાલ |
1 |
મહેસાણા |
2 |
દાહોદ |
2 |
ખેડા |
6 |
જુનાગઢ |
1 |
સાબરકાંઠા |
3 |
વલસાડ |
2 |
કુલ |
348 |
દર્દીઓની વિગત
ક્રમ |
અત્યાર સુધીના |
દર્દી |
ડિસ્ચાર્જ |
મૃત્યુ |
|
|
|
વેન્ટીલેટર |
સ્ટેબલ |
|
|
1 |
9932 |
46 |
6010 |
4308 |
625 |
14 મે 2020 17.00 કલાક બાદ નવા નોંધાયેલ મરણની વિગત
ક્રમ |
જિલ્લો |
કુલ |
પુરુષ |
સ્ત્રી |
1 |
અમદાવાદ |
14 |
09 |
05 |
2 |
સુરત |
02 |
02 |
00 |
3 |
ભાવનગર |
01 |
01 |
00 |
4 |
ગાંધીનગર |
01 |
01 |
00 |
5 |
બનાસકાંઠા |
01 |
00 |
01 |
કુલ |
19 |
13 |
06 |
Highlight
– રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 348 નવા કેસ
– રાજ્યમાં કોરોના કુલ કેસનો આંકડો 10,280 પર પહોંચ્યો
– રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 19ના મોત સાથે મૃત્યુઆંક 625 પર પહોંચ્યો
– રાજ્યમાં છેલ્લા 24 કલાક 273 દર્દી ડિસ્ચાર્જ થયા, આ સાથે અત્યાર સુધીમાં કુલ 4,308 ડિસ્ચાર્જ થયા
– અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 264 નવા કેસ નોંધ્યા જ્યારે 14ના મોત નીપજ્યાં
– છેલ્લા 24 કલાકમાં 3963 ટેસ્ટ કર્યાં, અત્યાર સુધી 138407 ટેસ્ટ કર્યાં
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.