ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત: છેલ્લા 24 કલાકમાં 477 કેસ નોંધાયા, 31ના મોત

રાજ્યમાં કોરોનાનો કેર હજુ યથાવત છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર આપી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 477 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 31 લોકોના કોરોનાના કારણે મોત થયાં છે. આજના દિવસમાં 321 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી.

સમગ્ર ગુજરાતમાં નોંધાયેલા 477 કેસ પૈકી આજે અમદાવાદમાં 346 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 48 કેસ, વડોદરામાં 35 નોંધાયા છે. ગાંધીનગરમાં 04 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 20574 થઈ છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 59 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 5271 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 13964 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 1280 થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 256,289 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 31 લોકોના મોત થયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1280 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.