ગુજરાતના અમદાવાદ શહેરમાં કેટલીક સગર્ભા મહિલાઓ ત્યારે હચમચી ગઈ જ્યારે બાળકના જન્મ પહેલા થયેલ ટેસ્ટમાં તેમને કોરોના પોઝિટિવ આવ્યો. જો કે, મોટાભાગે મહિલાઓમાં લક્ષણ મળ્યા નહીં પરંતુ તે કન્ટેનમેન્ટ ઝોનમાં રહી અને કદાચ કમ્યુનિટી ટ્રાન્સફરથી તેમનામાં વાયરલ સંક્રમણ ફેલાયું.
મીડિયા રિપોર્ટ મુજબ શહેરના સિવિલ હોસ્પિટલ, એસવીપી, સોલ સિવિલ, શારદાબેન અને એલજી હોસ્પિટલમાં કોરોના સંક્રમિત 172 મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો જેમાંથી 44 નવજાત સંક્રમિત મળ્યા. રિપોર્ટ મુજબ સિવિલ હોસ્પિટલમાં ગાએનેકોલજી એન્ડ ઓબ્સટેટ્રિક્સ ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર અમિય મેહતાએ કહ્યું કે,‘આ મહિલાઓને બાળકને લઈ ચિંતા છે. આંકડા બતાવે છે કે છેલ્લા 2 મહિનામાં 90 બાળકોની ડિલિવરી થઈ, જેમાં મહિલાઓ કોરોના સંક્રમિત હતી. જો કે, તેમાંથી 30 ટકાથી પણ ઓછા કેસમાં બાળકો પોઝિટિવ નીકળ્યા છે.’
રિપોર્ટ પ્રમાણે આ રીતે એસવીપી હોસ્પિટલમાં 70 કોરોના પોઝિટિવ મહિલાઓની ડિલિવરી થઈ. જેમાંથી 15 અથવા 21.4 ટકા બાળકો કોરોના પોઝિટિવ આવ્યા. જો કે, તબીબે કહ્યું કે કોરોના પોઝિટિવ મહિલાઓ સારી રીતે મહામારીનો સામનો કરી રહી છે અને રિકવર થઈ રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અજય દેસાઈએ જણાવ્યું કે હોસ્પિટલમાં કોરોના સંક્રમિત 12 મહિલાઓની ડિલિવરી થઈ જેમાંથી એક પણ બાળકમાં સંક્રમણ નથી મળ્યું.
જ્યારે બીજી તરફ નિષ્ણાતોનું કહેવું છે કે મોટાભાગે મહિલાઓ 20થી 30 વર્ષની છે. જેમાં બીમારી મળી નહી. અમુક બાળકોને છોડી મોટાભાગે બાળકો સંક્રમણથી બચી ગયા. રિપોર્ટ મુજબ ડોક્ટર મેહતાએ કહ્યું કે,‘માથી બાળકમાં વાયરલ સંક્રમણના ટ્રાન્સફરની ઓળખ વર્ટિકલ ટ્રાન્સમિશન તરીકે થઈ, જે અંગે અભ્યાસની જરૂર છે. બાળકોના ધોરણ જેમ કે તેમનું પોઝિટિવ અથવા નેગેટિવ રહેવું, ક્યારે એન્ટીબોડી ડિવેલપ થયું, તેને શું મુશ્કેલી થઈ વગેરે અંગે અભ્યાસની જરૂર છે. જે બધા કેસમાં નથી થયું.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.