ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત:કુલ 22 કેસ નોંઘાયા-એકનુ મોત

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ, ગુજરાતમાં કોરોનાની સંખ્યા વધીને 22 પહોંચી છે. જ્યારે કોરોનાને કારણે એકનું મોત થયું છે. વડોદરામાં ગઇકાલે થયેલ બે મૃતક દર્દીઓનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એટલું જ નહીં, તંત્રએ કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા 29 લોકોને કોરોંટાઈન કર્યા છે. નોંધનીય છે કે, સુરતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ એક વ્યક્તિનું મોત થયું છે. કોરોનાના કારણે ગુજરાતમાં મોતનો કિસ્સો નોઘાંયો છે

ગુજરાતમાં કોરોનાના કેસ

અમદાવાદમાં 7 કેસ
સુરતમાં 5 કેસ
વડોદરામાં 5 કેસ
ગાંધીનગરમાં 3 કેસ
રાજકોટમાં 1 કેસ
કચ્છમાં 1 કેસ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.