ગુજરાતમાં કોરોનાના નવા 228 કેસ નોંધાતા આંકડો 1604એ પહોંચ્યો

– અમદાવાદમાં કોરોનાના દર્દીનો આંકડો 1000ને પાર

રાજ્યમાં નવા 228 કેસો નોંધાયા અને હવે આ આંકડો 1604 (corona) પર પહોંચ્યો છે જે અત્યંત ચિંતાજનક છે. આણંદ 1, બનાસકાંઠા 2, બોટાદ 1, ભાવનગર 2, છોટાઉદેપુર 1, સુરત 67, મહેસાણા 1 રાજકોટ 5 નોંધાયા.

અમદાવાદમાં 140 નવા પોઝિટીવ કેસ સાથે આંકડો 1000ને પાર થયો છે. જ્યારે 15 કેસોમાં તાવ, શરદી અને અન્ય લક્ષણો દેખાયા છે. જ્યારે બાકીનાં કેસોમાં લક્ષણો વગર કેસો સામે આવ્યા છે. આ કેસો હોટ સ્પોટ વિસ્તારમાંથી અને નવા વિસ્તારમાં નોંધાયા છે.

રાજ્યમાં નવા 228 કેસો નોંધાયા

દૂધવાળાની ચાલીમાં 74માંથી 44 કેસ પોઝીટીવ, 91 ટકા કેસ દાણીલીમડા અને બહેરામપુરામાં નીકળ્યા. અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ બગડતી રહી છે. કોરોના હોટસ્પોટ ગણાતા વિસ્તારોમાં વધુ સઘન ચેકિંગ કરાતા કોટ વિસ્તાર તેમજ દક્ષિણ ઝોનના બહેરામપુરા, દાણીલીમડા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં કેસો બહાર નીકળ્યા છે. કોરોના ગ્રસ્ત 5 દર્દીઓના મોત નીપજ્યું છે. જેમાં 2 પુરૂષ અને 2 સ્ત્રીનુ મોત નીપજ્યું છે અને સુરતમાં 1 મહિલાનું મોત નીપજ્યું છે.

આંકડો 1604 પર પહોંચ્યો

અમદાવાદમાં દાણીલીમડાને વગોવતું એપી સેન્ટર સફી મંજિલમાં વધુ નવા કેસ નોંધાયા હતા. સફી મંજીલના વૃદ્ધે જમાલપુર તેમજ બહેરામપુરા વિસ્તારમાં પણ ફર્યા હોવાની વાતો છે. બહેરામપુરાની દૂધવાળાની ચાલી, જેઠાલાલની ચાલી, રસુલ કડિયાની ચાલી તેમજ દાણીલીમડાની રમજાનપાર્ક સોસાયટીના હોવાનું જાણવા મળ્યું હતું.

દૂધવાળાની ચાલીમાંથી 74 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 44 કેસ પોઝીટીવ આવ્યા હતા. જેઠાલાલની ચાલીમાંથી 25માંથી 8 કેસ નોંધાયા હતા. રમજાન પાર્કમાંથી 55માથી 16 કેસ નોંધાયા હતા. કુલ 182 સેમ્પલમાંથઈ 76 કેસ પોઝીટીવ આવ્યા હતા.

અમદાવાદની સ્થિતિ દિવસે દિવસે બગડતી જઈ રહી છે

અમદાવાદની સ્થિતિ દિવસે દિવસે બગડતી જઈ રહી છે. શનિવારે સવારથી રાત સુધીમાં રાજ્યમાં વધુ 104 કેસ નોંધાયા હતા. જેમાંથી સૌથી વધુ અમદાવાદમાં 96 કેસ નોંધાયા હતા. શનિવારે કુલ 5 લોકોના મૃત્યુ થયા હતા.

શનિવાર સુધી કુલ 1376 દર્દીઓ નોંધાયા હતા. અમદાવાદમાં જ કોરોનાના કેસોની સંખ્યા 1 હજારને પાર પહોંચી ગઇ છે. નવા કેસ મળીને ગુજરાતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1 હજાર 604 થઇ છે. જે નવા કેસ સામે આવ્યા છે તે પૈકી અમદાવાદમાં સૌથી વધુ 140 કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.