ગુજરાતમાં કોરોનાના નવા 54 પોઝિટિવ કેસ, કુલ 432 થયા

ગુજરાતમાં કોરોનાનો આતંક વધી રહ્યો છે. રાજ્યમાં નવા પોઝિટિવ કેસમાં 54 નો વધારો થયો છે. જોકે, 1 દર્દી સાજા થઈને ઘરે પરત ફરી ગયા છે. તે સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 432 થઈ ગઈ છે. જેમાં અમદાવાદમાં 31, વડોદરામાં 18, આણંદમાં 3, સુરત 1 અને ભાવનગરમાં 1 નવા કેસ નોંધાયા છે.

અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે તો, 33 લોકો સાજા થયા છે. આજે આણંદ જિલ્લાના ખંભાતમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં આરોગ્ય વિભાગ દ્વારા 1,593 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 1, 187 કેસ નેગેટિવ આવ્યા છે.

બધા કેસ હોટસ્પોટ વિસ્તારમાંથી નોંધાયા

દેશમાં 18 દિવસથી લોકડાઉન હોવા છતાં કોરોના વાઈરસનો કહેર અટકી રહ્યો નથી. બે દિવસથી ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ કુદકે-ભૂસકે વધી રહ્યા છે. જેથી સમગ્ર દેશમાં ગુજરાત પોઝિટિવ કેસની સંખ્યા વધવામાં બીજા નંબર પર આવી ગયુ છે. જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ 129 કેસ નોંધાયા છે. જોકે, આ બધા જ કેસ હોટસ્પોટ વિસ્તારમાંથી નોંધાયા છે.

અમદાવાદમાં 31 કેસનો વધારો

ગુજરાતમાં ગઈકાલે નવા 70 કેસો સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાનો કહેર અટકી રહ્યો નથી. સરકાર હાલમાં હોટસ્પોટમાં સેમ્પલ લઈ રહી હોવાથી કેસોની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. જયંતિ રવિએ સ્પષ્ટ કર્યું છે કે, હજુ પણ રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં મસમોટો વધારો થશે.

540 જેટલા ટેસ્ટ આજે અમદાવાદમાં કર્યા છે. તમામ કેસો હોટસ્પોટ વિસ્તારના છે. અમદાવાદમાં કોરોના પોઝિટીવની સંખ્યા 228 પર પહોંચી ગઈ છે. ગુજરાતમાં કોરોના પોઝિટીવની સંખ્યા 432 થઈ ગઈ છે. જેમાં અમદાવાદમાં નવા 31 કેસ નોંધાયા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.