– કુલ કેસોનો આંક 2,22,811 થયો
– અમદાવાદમાં ફરી ભયજનક પરિસ્થિતિ, છેલ્લા 24 કલાકમાં 280 કેસ અને આઠ દર્દીના મોત
ગુજરાતમાં કોરોનાની પકડ હજુ પણ યથાવત્ છે, છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૩૧૮ નવાં કેસ અને ૧૩ મોત નોંધાયા છે. આજના નવા કેસો બાદ કુલ કેસોનો આંક ૨,૨૨,૮૧૧ થયો છે અને કુલ મૃત્યુઆંક ૪૧૨૩ થયો છે. બીજી તરફ અમદાવાદમાં ફરી ભયજનક પરિસ્થિતિ સર્જાઇ રહી છે, અમદાવાદમાં છેલ્લાં ૨૪ કલાકમાં ૨૮૦ કેસ ્ને આઠ દર્દીના મોત થયા છે. આજે ૧૩૧૮ પોઝિટિવ કેસો સામે ૧૫૫૦ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
આજે સૌથી વધુ અમદાવાદમાં ૨૮૦ અને સુરતમાં ૨૧૨ કેસો નોંધાયા છે. વડોદરામાં ૧૭૫, રાજકોટમાં ૧૩૫, ગાંધીનગરમાં ૫૭, મહેસાણામાં ૫૨, બનાસકાંઠામાં ૪૧, પાટણમાં ૪૦, જામનગરમાં ૪૦, ખેડામાં ૨૮, અમરેલીમાં ૨૩, ભાવનગરમાં ૨૨, જૂનાગઢમાં ૨૨, પંચમહાલમાં ૨૧, સાબરકાંઠામાં ૨૧, સુરેન્દ્રનગરમાં ૧૯, કચ્છમાં ૧૮ અને મોરબીમાં ૧૮ કેસ નોંધાયા છે.
છેલ્લાં ૨૪ કલાકમાં અમદાવાદમાં આઠ, સુરતમાં બે, અમરેલીમાં એક, બનાસકાંઠામા ંએક અને રાજકોટમાં એક એમ કુલ ૧૩ કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે. અત્યારે ગુજરાતમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા ૧૪,૦૨૭ છે. જેમાંથી ૭૫ કેસ વેન્ટિલેટર પર અને ૧૩સ૯૫૨ કેસ સ્ટેબલ છે. હાલની પરિસ્થિતિએ જુદાં-જુદાં રાજ્યોમાં ૫,૫૪,૯૯૩ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાંથી ૫,૫૪,૮૫૮ કેસ હોમ ક્વોરન્ટાઇન હેઠળ અને ૧૩૫ વ્યક્તિ ફેસિલિટી ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. આજે ૧૩૧૮ કેસો સામે ૧૫૫૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા રાજ્યમાં કુલ ડિસ્ચાર્જનો આંક ૨,૦૪,૬૬૧ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.