ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ થયું ઝડપી, છેલ્લા 24 કલાકમાં 563 નવા કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઝડપી થઈ રહ્યું છે છેલ્લા ઘણાં દિવસોથી કોરોના કેસોનો આંકડો 500 ઉપર આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાતા કેસનો આંકડો સૌથી વધારે રહ્યો. રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા પોઝિટિવ કેસોની જાણકારી આપવામાં આવી.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 563 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 21 દર્દીઓના મોત થયાં છે અને મૃત્યુઆંક 1685 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 27,880 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 560 દર્દીઓ સ્વસ્થ થયાં છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ 563 પોઝિટિવ કેસમાંથી અમદાવાદમાં જ 314, સુરતમાં 132, વડોદરામાં 44, જામનગરમાં 10 પોઝિટિવ કેસો નોંધાયા છે. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 67 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 6211 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 19,917 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 1685 થયો છે.

જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત

અમદાવાદ 314
સુરત 132
વડોદરા 44
જામનગર 10
ગાંધીનગર 07
નર્મદા 07
જૂનાગઢ 07
આણંદ 06
ભરૂચ 05
મહેસાણા 04
ભાવનગર 03
ખેડા 03
પાટણ 03
બોટાદ 02
મહીસાગર 02
સાબરકાંઠા 02
ગીર સોમનાથ 02
વલસાડ
અમરેલી 02
બનાસકાંઠા 01
રાજકોટ 01
પંચમહાલ 01
કચ્છ 01
નવસારી 01
સુરેન્દ્રનગર 01
કુલ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.