ગુજરાતમાં કોરોના સંક્રમણ અનબ્રેકેબલ, આજે 1081 કેસ, કુલ મૃતકઆંક 2305 થયો

રાજ્યમાં કોરોના સંક્રમણનો આંકડો દરરોજ ચિંતાજનક આવી રહ્યો છે. આજે સતત પાંચમાં દિવસે કોરોના સંક્રમિતોનો આંકડો 1 હજારને પાર રહ્યો.  રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1081 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 22 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2305 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 54,712 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 782 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

આજે નોંધાયેલા કુલ 1081 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 181 અને જિલ્લામાં 95 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 162 અને જિલ્લામાં 18 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 77 અને જિલ્લામાં 17 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 50 અને જિલ્લામાં 15, ભાવનગર કોર્પોરેશન એરિયામાં 24 અને જિલ્લામાં 17 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 87 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 12,708 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 39,612 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 2305 થયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.