ગુજરાતમાં કોરોનાથી થતાં મોતની ઝડપ ઘટી, 8 દિવસમાં સૌથી ઓછાં મોત- DGP

પગપાળા જતા લોકોને શેલ્ટર હોમમાં રાખી વતન પહોંચાડવાની કાર્યવાહી કરવામાં આવેઃ રાજ્ય પોલીસ વડા

કલોલ તાલુકામાં નવ 6 કેસ નોંધાતા રાજ્યમાંકોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 7,802ને આંબ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં 23 દર્દીઓના મૃત્યુ સાથે ગુજરાતમાં કુલ 472 દર્દીઓ અત્યાર સુધીમાં કોરોના સંક્રમણ લાગ્યા બાદ મૃત્યુ પામ્યાં છે. કલોલ તાલુકાના જાસપુર ગામના 6 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ તમામ લોકો AMCમાં નોકરી કરતા હતા. વોટર ટીટમેન્ટ પ્લાન્ટમાં ફરજ બજાવે છે. આ તમામનો રિપોર્ટ કરાવ્યો હતો જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજ્ય પોલીસવડાએ જણાવ્યું છેકે શ્રમિકો પોતાના વતન જવા ઇચ્છતા હોય તેમને વતન મોકલવાની કામગારી ચાલી રહી છે. તેમ છતાં અમુક સ્થળોએ લોકો ચાલતા વતન જવા નીકળ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. આ સંદર્ભે તમામ એકમોને સૂચન કરવામાં આવ્યા છે કે તેમને રોકીને શેલ્ટર હોમમાં રાખવામાં આવે અને વહીવટી તંત્રના સંકલનમાં રહીને આ લોકોને વતન પહોંચાડવાની જરૂરી કાર્યવાહી કરવામાં આવે.. અમુક લોકો સ્વાસ્થ્ય પર જોખમ ઉભુ થાય તેવા કૃત્ય કરે છે આવા લોકોને ઓળખીને ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે. જે લોકો આંતરજિલ્લા મુવમેન્ટ કરવા માગે છે તેઓ શક્ય હોય ત્યાં સુધી અવર જવર ટાળે. અમુક કિસ્સામાં આ રીતે આંતરરાજ્ય મૂવમેન્ટના કારણે બીજા જિલ્લામાં ચેપ લાગ્યાના બનાવો બન્યા છે. ત્યારે બિનજરૂરી અવર જવર ટાળો અને બહુ જરૂરી હોય તો અધિકૃત પાસ લઇને જાઓ અને ક્વોરન્ટીન થઇને રહો. 10 મેની સવારથી અત્યારસુધીની મહત્વપૂર્ણ ઘટનાઓ સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીને 10 દિવસની સારવાર બાદ રજા આપી શકાશેઃ અશ્વિની કુમાર મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, સમગ્ર દેશમાં કોરોનાની સારવાર માટે પ્રોટોકોલ આઇસીએમઆર દ્વારા નક્કી કરવામાં આવે છે. કોરોનાની સારવાર કેવી રીતે કરવી તેની ગાઇડલાઈન આઇસીએમઆર દ્વારા બહાર પાડવામાં આવે છે. દરેક રાજ્યમાં એ ગાઇડલાઇન પ્રમાણે સારવાર કરવામાં આવે છે. ગઇકાલે કોવિડની ગાઈડલાઇનમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં હવે જો કોરોનાનો દર્દી કોઇ લક્ષણ ધરાવતો ન હોય અથવા નજીવા લક્ષણ હોય અને હોસ્પિટલમાં દાખલ થાય તો 10 દિવસની સારવાર પછી રજા આપી શકાય છે અને રજા આપતા પહેલા ટેસ્ટ કરવાની જરૂર નથી. ડિસ્ચાર્જ આપતી વખતે ત્રણ દિવસ અગાઉ સુધી કોઇ બીમારીના લક્ષણ હોવા જોઇએ નહીં. સામાન્ય લક્ષણો સાથે કોરોનાનો દર્દી હોસ્પિટલમાં દાખલ થાય તો તેને કોઇપણ જાતના ટેસ્ટ વગર 10 દિવસ બાદ રજા આપી શકાય છે. ગંભીર લક્ષણ ધરાવતા દર્દીને સંપૂર્ણ સારવાર કર્યા પછી સાજા થાય પછી એક ટેસ્ટ કર્યા બાદ તેનો રિપોર્ટ નેગેટિવ આવે તો ટ્રિટમેન્ટનો સમય પૂર્ણ થયા બાદ રજા આપી શકાશે. 14 અધિકારીઓને સોંપાઇ અલગ-અલગ જિલ્લાની કામગીરી ગુજરાતમાં કહેર મચાવી રહેલા કોરોનાને કાબુમાં લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જિલ્લાની કોરોનાની સ્થિતિ અંગેનો સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરવા માટે 14 ઉચ્ચ અધિકારીઓને કામગીરી સોંપી છે, જેઓ બે દિવસ સુધી જિલ્લાની મુલાકાત લઈ રિપોર્ટ તૈયાર કરશે અને તેનું પ્રેઝન્ટેશન આરોગ્ય કમિશનર સમક્ષ કરશે જેના આધારે નવી વ્યૂહરચના ગોઠવાશે. ગાંધીનગરમાં મત્રીઓના નિવાસસ્થાન નજીક શ્રમિકોની ભીડ જામી વતન જવા માટે શ્રમિકોની ભીડ ગાંધીનગર બસ સ્ટોપ પાસે ઉમટી છે. જ્યાં તેમની નોંધણી કરવામાં આવી રહી છે. શ્રમિકો ટ્રકોમાં બેસીને ગાંધીનગર પહોંચ્યા છે. મંત્રીઓના નિવાસ્થાનેથી 2 કિ.મી. દૂર સોશિયલ ડિસ્ન્સટિંગની લીરેલીરા ઉડતાં જોવા મળ્યા હતા. ટેસ્ટ પાછા ઉત્તરોત્તર ઘટવા માંડ્યા હાલ રાજ્ય સરકારે રજા આપતાં પહેલાં દર્દીઓના ટેસ્ટ ન કરવા તેવો નિયમ અપનાવ્યો હોઇ હાલ ગુજરાતમાં ટેસ્ટનું પ્રમાણ ઘટી રહ્યું છે. આ સપ્તાહની શરૂઆતમાં દરરોજ થતાં ટેસ્ટનો આંકડો 5,500ને પાર ગયો હતો જે ઘટીને શનિવારે 4,263 ટેસ્ટનો થઇ ગયો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 1,09,650 સેમ્પલ ટેસ્ટ કરાયાં છે. ખરેખર આક્રમક રીતે ટેસ્ટ કરાય તો મૂળ સુધી પહોંચી શકાય તેમ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.