ગુજરાતના કોરોનારહિત ૧૩ જિલ્લાઓ લોકડાઉનમાંથી આંશિક રાહતની આશામાં

અપ્રભાવિત વિસ્તારોના નાગરિકોને રાહત મળશે ?

જૂનાગઢ, અમરેલી, નવસારી, અરવલ્લી, મહીસાગર અને ડાંગ સહિતના જિલ્લાઓમાં કોરોનાનો એકપણ કેસ નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરી છે કે જે વિસ્તારોમાં કોરોનાના કેસ નથી અથવા નહીંવત્ છે તે વિસ્તારોને લોકડાઉનમાંથી આંશિક રાહત આપવા અંગે વિચારણા કરવામાં આવશે. ગુજરાતના ૧૩ જિલ્લાઓ જ્યાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી તે જિલ્લઓ લોકડાઉનમાંથી આંશિક રાહત મળે તેવી આશામાં છે.

રાજ્યમાં અમદાવાદ, વડોદરા અને સુરત કોરોનાના કારણે સૂમસામ બન્યા છે અને રોજ પોઝિટિવ કેસોમાં વધરો થઇ રહ્યો છે. જ્યારે રાજ્યના ૧૩ જિલ્લાઓ એવા છે જ્યાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. આ જિલ્લાઓમાં  જૂનાગઢ, અમરેલી, નવસારી, અરવલ્લી, મહીસાગર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ખેડા, નર્મદા, સરેન્દ્રનગર, તાપી, વલસાડનો સમાવેશ થાય છે.

જ્યારે બનાસકાંઠા, છોટાઉદેપુર, દાહોદ,, ગીરસોમનાથ, જામનગર, મોરબી, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા વગેરે જિલ્લાઓમાં ૧થી ૩ કેસો નોંધાયો છે. જેથી આજિલ્લાઓમાં પણ કોરોનાની અસર નહીંવત કહી શકાય. આ જિલ્લાઓના નાગરિકો, નાના વેપારીઓ અને ઉદ્યોગો અત્યારે આશા વ્યક્ત કરી રહ્યા છે કે ૨૦મી એપ્રલિ બાદ તેમને લોકડાઉનમાંશી આંશિક રાહત મળશે

ગુજરાતના જિલ્લાઓને વિવિધ ઝોનમાં વહેંચવાની અફવા વાયરલ

૨૦મી બાદ ગુજરાતના વિસ્તારને રેડ, યેલો અને ગ્રીન ઝોનમાં વહેંચવામાં આવશે અને કયા વિસ્તારમાં કેટલી છૂટછાટો આપવામાં આવશે તે અંગેના યાદીઓ, ફોટાઓ અને મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જો કે ૨૦થી કયા વિસ્તારને કયા ઝોનમાં રાખવામાં આવશે અને કેટલી છૂટછાટ આપવામાં આવશે તે અંગે કોઇ સત્તવારા નિર્ણય લેવામાં આવ્યો નથી આમ છતાં આ વિગતો આજે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.