ગુજરાતમાં દારૂબંધીની ઐસી કિ તૈસી, રાજકોટમાં દૂધના ટેન્કરની આડમાં થતી હતી દારૂની સપ્લાય

 

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવાના કારણે બુટલેગરો દારૂની સપ્લાય કરવા માટે અલગ-અગલ પેંતરાઓ અપનાવતા હોય છે પરંતુ પોલીસની સતર્કતાના કારણે બુટલેગરોના દારૂની સપ્લાયના મનસુબા સફળ થતા નથી ત્યારે રાજકોટ પોલીસની સતર્કતાના કારણે એક વ્યક્તિને લાખો રૂપિયાના દારૂના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂની સપ્લાય કરતા ઇસમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર રાજકોટ પોલીસને કાલાવડ રોડ નજીક આવેલા નવા 150 ફૂટરીંગ રોડ પરથી દારૂની સપ્લાય થવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાંચના પોલીસકર્મીઓએ રસ્તા પર વોચ રાખી હતી. તે દરિમયાન પોલીસને દૂધસાગર ડેરીના સિમ્બોલવાળા ટેન્કર પર શંકા ગઈ હતી. તેથી પોલીસે ટેન્કરને સાઈડમાં લેવડાવીને તેનું ચેકિંગ કર્યું હતી. પોલીસને બહારથી ટેન્કર દૂધનું હોવાનું લાગી રહ્યું હતું પરંતુ ટેન્કરની અંદર જોતાની સાથે પોલીસના ચોંકી ગઈ હતી કારણ કે, દૂધના ટેન્કરમાં લાખો રૂપિયાની દારૂની પેટી ભરવામાં આવી હતી.

દૂધસાગર ડેરીના સીલ્બોલ વાળા ટેન્કરમાં દૂધના ટેન્કરની જેમ જ દૂધનો વાલ્વ બનાવવામાં આવ્યો હતો આ ઉપરાંત બે લોકો ટેન્કરની અંદર જઈને દારૂનું મુદામાલ ભરી શકે અને ખાલી શકે તે પ્રકારની વ્યવસ્થા ટેન્કરના નીચેના ભાગમાં કરવામાં આવી હતી. પોલીસે આ ટેન્કરમાંથી 5000થી વધુ વિદેશી દારૂનું બોટલો મળી આવી હતી. આ દારૂની બોટલોની કિંમત 15 લાખ રૂપિયા થવા પામે છે. દૂધના ટેન્કરની આડમાં દારૂની સપ્લાય કરતા આરોપીની પોલીસે ધરપકડ કરીને દારૂના ટેન્કરને કબજે કર્યું હતું. પોલીસને આરોપીનું નામ બુધારામ બિસનોઈ હોવાનું અને તે રાજસ્થાનનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ આગામી દિવસોમાં આરોપીની પૂછપરછ કરીને જાણવાનો પ્રયાસ કરશે કે, આ દારૂ કોને મોકલ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.