ગુજરાતમાં ધાર્મિક તહેવારને લઈ શિવાનંદ ઝાની અપીલ, લોકો ઘરમાંથી જ પૂજા-બંદગી કરે

 

રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે રમઝાન માસ તેમજ પરશુરામ જયંતિ જેવા તહેવારો આવી રહ્યા છે, ત્યારે પોલીસે ફરી એક વખત લોકોને ઘરમાં જ રહીને તહેવારોની ઉજવણી કરવા અનુરોધ કર્યો છે. ડીજીપી શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, તહેવારો દરમિયાન લોકો જાહેરમાં એકત્ર ન થાય. અને જો તહેવારોમાં બહાર નીકળનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ધાર્મિક વડાઓ પણ આ મામલે લોકોને સમજાવે તે જરૂરી છે.

સેવાની આડમાં દારૂની હેરાફેરી
ઉલ્લેખનીય છે કે, આ પહેલા રામ નવમી તેમજ હનુમાન જયંતિ જેવા તહેવારોમાં પણ લોકડાઉનનો ભંગ કરી જાહેરમાં ઉજવણી કરવા નીકળેલા લોકો સામે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. ડીજીપીએ જણાવ્યું કે જરૂરી સેવાની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે દારૂની હેરાફેરી કરતા આવા લોકોને ઝડપી તેમની સામે ગુનો નોંધ્યો છે. તેમજ વાહનચાલકને અપાયેલા પાસની પણ ચકાસણી કરવામાં આવશે.

લોકડાઉન ભંગના આટલા ગુનાઓ નોંધાયા
વધુમાં ડીજીપીએ કહ્યું કે અત્યાર સુધીમાં 7 હજાર 533 ગુના હેઠળ કુલ 15 હજાર 587 લોકોની ધરપકડ કરવામાં આવી છે, તો કર્ફ્યુના ભંગ બદલ અમદાવાદમાં 178, સુરતમાં 148 અને રાજકોટમાં 90 લોકોની ધરપકડ કરાઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.