કલમ ૩૭૦ નાબૂદી, રામમંદિર, NRC, CAB અને છેલ્લે ગોધરા કાંડ તપાસ પંચના રિપોર્ટની ક્લિનચિટનો પ્રવાહ ચાલુ જ છે ત્યારે ગુજરાતમાં ભાજપની સરકારે હિંદુત્વનું મોઢું મજબૂત કરીને વોટબેંકની રાજનીતિ આગળ ધપાવી છે. ગુજરાત સરકારે દાયકાઓથી ચાલતી વિધવા સહાય પેન્શન યોજનાનું નામ બદલીને ‘ગંગા- સ્વરૂપ બહેનોને સહાયતા યોજના’ નામકરણ કરવાનું શુક્રવારે જાહેર કર્યુ છે.
‘ગંગા- સ્વરૂપ’ શબ્દ તમામ ધર્મને અનુસરતા નાગરીકોમાં સ્વિકૃત નથી. એટલુ જ નહી હિંદુઓમાં પણ ચોક્કસ વર્ગોમાં જ આ પ્રકારના શબ્દોનું ઉચ્ચારણ થાય છે ત્યારે યોજનાના નામ બદલવાના નિર્ણયમાં ભાજપ સરકાર ફરીથી ધર્મ આધારિત રાજનીતિ કરી રહ્યાની ચર્ચા ઊઠી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતના ઓલપાડમાં ૭ હજાર વિધવા બહેનોને પેન્શન સહાયના હુકમોના વિતરણ કાર્યક્રમમાં વિધવા સહાય યોજનાનું નામ ‘ગંગા- સ્વરૂપ બહેનોને સહાયતા યોજના’કરવાનું જાહેર કર્યું હતુ. વૃધ્ધ, નિરાધાર મહિલાઓને સહાય કરવી એ સરકારની ફરજ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.