શું ગુજરાતમાં ફરીથી લાગુ થશે લોકડાઉન? જાણો નિતીન પટેલનું નિવેદન

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસને એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે, ગુજરાતમાં ફરી આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવી શકે છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી હતી કે, રાજ્યમાં આંશિક લોકડાઉન કે નિયંત્રણ લાગી શકે છે.

રાજ્યમાં 24 નવેમ્બરથી 4 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ફરીથી લોકડાઉન થઈ શકે છે. આ અંગે સરકાર નવું જાહેરનામું બહાર પાડી શકે છે એવાં મેસેજીસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પરંતુ આ મુદ્દે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે, રાજ્યમાં ફરીથી લોકડાઉનની કોઈ સંભાવના નથી.

રાજ્ય સરકારે લોકડાઉનની ચર્ચા મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ફરી લોકડાઉનની કોઈ શક્યતા નથી. ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, ત્યારે રાજ્યમાં ફરી લોકડાઉનની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આ અંગે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે. અને કોઇએ લોકડાઉન અંગેની અફવાથી ભરમાવું નહીં તેમ જણાવ્યું. સાથે જ ગુજરાતમાં ધંધા રોજગારી સારી રીતે ચાલી રહ્યાં છે, ત્યારે લોકડાઉનની કોઇ શક્યતા નથી તેમ જણાવી નીતિન પટેલે લોકોને અફવા ન ફેલાવવા અપીલ કરી છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં ફરી લોકડાઉન થવાની અફવા પર સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ફરી લૉકડાઉન થવાનું નથી. સોશિયલ મીડિયામાં ચાલી રહેલી વાત માત્ર અફવા છે. મહત્વનું છે કે, સોશિયલ મીડિયા પર થોડા દિવસોથી મેસેજીસ વાયરલ કરવામાં આવી રહ્યા છેકે, 24 નવેમ્બરથી 4 ઓક્ટોબર સુધી દુકાનો અને બજારો બંધ રહેશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.