ગુજરાતમાં ફરી એક વાર લૉકડાઉન આવશે કે પછી ? – કેસો-મૃત્યુદર વધતાં લોકોમાં અટકળો

ગુજરાતમાં કોરોનાની સ્થિતી વધુને વધુ ગંભીર બની રહી છે કેમકે,કેસો-મૃત્યુદર ચિંતાજનકસ્તરે વધી રહ્યો છે.આજે તો પહેલીવાર કોરોનાના સૌથી વધુ510 કેસો નોંધાયા હતાં જેથી લોકોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે.આ ઉપરાંત રાજ્સ્થાનમાં તો કોરોના વકરતાં સરહદો ફરી સીલ કરવામાં આવી છે પરિણામે લોકોમાં એવી અટકળો વહેતી થઇ હતીકે,ગુજરાતમાં ફરી એકવાર લોકડાઉન આવશે.એવી ય ચર્ચા છેકે,રાજ્યસભાની ચૂંટણીને કારણે અનલોક-1 જાહેર કરી રાજ્ય સરકારે વધુ છુટછાટ આપી છે. જોકે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે આ વાતને અફવા ગણાવી હતી.

અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતી વધુ ગંભીર બની છે.મુંબઇ અને દિલ્હીમાં તો નિષ્ણાતોએ કમ્યુનિટી ટ્રાન્સમિશનની દહેશત વ્યક્ત કરી છે. આ તરફ,રાજસ્થાનમાં કોરોના વકર્યો છે જેના કારણે ગુજરાતને જોડતી સરહદો ફરી એકવાર સીલ કરી દેવાઇ છે.આ બધીય પરિસ્થિતી વચ્ચે ગુજરાતમાં ય કોરોનાની સ્થિતી બેકાબુ બની રહી છે.આ જોતાં લોકોએ અનુમાન કરવા માંડયું છેકે, રાજ્યમાં ફરી એકવાર લોકડાઉન આવી શકે છે.

લોકોમાં તો એવી ય ચર્ચા વહેતી થઇ છેકે, રાજ્યસભાની ચૂંટણીને લઇને જ રાજય સરકારે અનલોક-1માં વધુ રાહત આપી છે અને રાજ્યમાં બધુ રાબેતા મુજબનું થાય તે માટે પ્રયાસો હાથ ધર્યાં છે. 19મી જૂને રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થતા ંજ ફરી ગુજરાતમાં જયાં વધુ કેસો છે તેવા શહેરોમાં લોકડાઉન આવી શકે છે.

જોકે,આ પહેલાં  પણ આવી જ અફવાઓએ જોર પકડયું હતું. આ અફવાને પગલે લોકોએ એક બીજાને પૃચ્છા કરવી પડી હતી કે શું વાસ્તવમાં આ વાત સાચી છે.લોકડાઉનની અફવાને પગલે ખાસ કરીને વેપારીઓ ચિંતાતુર બન્યાં હતાં કેમકે, માંડ રાજ્યમાં જનજીવન રાબેતા મુજબનુ બની રહ્યુ છે ત્યારે આવી અફવાએ બધાના જીવ ઉંચા કર્યા હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.