ગુજરાતના વર્તમાન મુખ્યસચિવ ડો. જગદીપ નારાયણ સિંઘનો ગુજરાત હાઇકોર્ટે ઉધડો લીધો છે. કોર્ટના ચુકાદાનું પાલન ન કરવા મુદ્દે હાઈકોર્ટે ઉધડો લીધો છે. બિસ્માર રોડ – રસ્તા અને ટ્રાફિક મામલે મુખ્ય સચિવને ગુજરાત હાઇકોર્ટએ નોટિસ પણ ફટકારી છે. અને હાઇકોર્ટે આકરા શબ્દોમાં કહ્યું છે કે, તમને શા માટે જેલમાં ન મોકલવા જોઈએ. તમને જણાવી દઇએ કે આ પહેલા સરકાર સામે ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ્ટ અરજી થઈ હતી. મુખ્ય સચિવ જે.એન. સિંઘને જવાબ રજૂ કરવાનો HCએ આદેશ કર્યો છે.
અમદાવાદ શહેરના બિસ્મારરોડ રસ્તા અને ટ્રાફિકના મામલે ગુજરાતના વર્તમાન મુખ્યસચિવ ડો. જગદીપ નારાયણ સિંઘનો ગુજરાત હાઇકોર્ટે ઉધડો લીધો છે. ગુજરાત હાઇકોર્ટમાં સરકાર સામે થયેલી કન્ટેમ્ટ અરજીના અનુસંધાનમાં હાઇકોર્ટએ આકરૂ વલણ અપનાવ્યું છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટેએ ચીફ સેક્રેટરીને નોટિસ પણ ફટકારી છે. ગુજરાત હાઈકોર્ટેના ચુકાદાનું પાલન ન કરવા મુદ્દે જે.એન.સિંઘનો કોર્ટે ઉધડો લઇ લીધો છે. જે.એન.સિંઘ આ મામલે જવાબ રજુ કરવા કોર્ટે આદેશ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.