ગુજરાત હાઈકોર્ટમાં હેલમેટને લઈને થયેલા કેસમાં આ ચૂકાદો,પાછળ બેસનારા લોકોએ પણ ફરજિયાત હેલમેટ

ગુજરાત હાઈકોર્ટમાં હેલમેટને લઈને થયેલા કેસમાં રાજ્ય સરકારે યુ ટર્ન માર્યો હતો. આ પછી હવે રાજ્ય સરકારના નિયમોમાં હેલમેટ આજે પણ ફરજિયાત છે. રાજ્યમાં શહેર કે હાઈવે પર જતી વખતે હેલમેટ પહેરવું ફરજિયાત છે. ટુ વ્હિલર્સમાં પાછળ બેસનારા લોકોએ પણ ફરજિયાત હેલમેટ પહેરવું પડશે. પાછળની સીટમાં બાળક બેઠું હોય કે મહિલા બેઠી હોય ટુ વ્હિલર્સ પર રાઈડ કરતા બંને લોકો માટે હેલમેટ ફરજિયાત કરી દેવાયું છે.

હેલમેટ ફરજિયાત હોવાનું રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટના સોગંદનામાના રૂપમાં ઉતર આપ્યો છે. અગાઉ રાજ્યના મંત્રી આર.સી. ફળદુએ હેલમેટને લઈને એક નિવેદન આપ્યું હતું. ગુરુવારે હેલમેટને લઈને એક એફિડેવિટ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં કેટલાક મહત્ત્વના મુદ્દાઓ છે. હેલમેટ મરજિયાત નથી બનાવવામાં આવ્યું. સરકાર તરફથી અગાઉ પણ ક્યારેય કોઈ સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો નથી. કોઈ નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું નથી. પાંચ પાનાના એફિડેવિટમાં સૌથી મહત્ત્વનો મુદ્દો ત્રીજા ફકરામાં સ્પષ્ટ કરાયો છે.

આ એફિડેવિટમાં છથી લઈને નવ નંબરના મુદ્દામાં સરકારે કહ્યું હતું કે, કોઈ પ્રકારનો સર્ક્યૂલર જાહેર નથી કરાયો. નોટિફિકેશન નહીં પણ દંડની જે રકમ છે તેને વધારવામાં આવી છે. આ વાત કોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી. અગાઉ મંત્રી આર.સી. ફળદુએ કેબિનેટમાં જે નિર્ણય લેવાયો હતો તેની જાહેરાત કરી હતી. ત્યાર બાદ અનેક જગ્યાએ હેલમેટ ફરજિયાત નથી એવી વાત વહેતી થઈ હતી. જેના પગલે રાજ્યની આર.ટી.ઓએ પણ હેલમેટ સામે દંડની અમલવારીમાં બ્રેક મૂક્યો હતો. પ્રશ્ન એ પણ થયો હતો કે, રાજ્ય સરકારે લોકોને મુંઝવી નાંખ્યા હતા. અગાઉ તા.4 ડિસેમ્બરે હેલમેટને લઈને મુદ્દો ઉપાડ્યો હતો. હવે વીતેલા દિવસોમાં કોઈને ઈ મેમો હેલમેટને લઈને ફાટ્યો છે કે નહીં તે જોવાનું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.