ગુજરાતનાં હજુ 88 વિદ્યાર્થી ચીનમાં છે ફસાયેલા, 35 કાલ ભારત આવશે

ચીનમાં ફેલાયેલા કોરોના વાઈરસના હાહાકારથી ઉત્તર ગુજરાતમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. ચીનના નાનચાંગ, હુબઈ, બેઇજિંગ, ચેન્દુ, ગોન્ઝાઉ અને વુહાન સહિતના શહેરોમાં ઉત્તર ગુજરાતના ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ડોકટરનો અભ્યાસ કરી રહ્યા છે. જેમાંથી સત્તાવાર રીતે હજુ ૮૮ જેટલા વિદ્યાર્થીઓ ત્યા ફસાયેલા છે. હાલ તો વિધાર્થીઓએ ભારતીય દૂતાવાસ ભારત સરકાર અને વિદેશ મંત્રાલય પાસે મદદ માગી છે અને પોતાનો વિડીઓ દ્વારા તેમની દયનીય સ્થિતિ વર્ણવી છે.

જ્યારે એક પછી એક ચેકઅપ અને ટિકીટ કન્ફર્મ થતા ૩૫ વિદ્યાર્થીઓ વિવિધ શહેરોના એરપોર્ટ ઉપર રવાના થયા છે. અને ૩૧મી જાન્યુઆરી સુધીમાં તેઓ ઉત્તર ગુજરાતમાં પહોચી જશે તેવી આશા સ્થાનિક અધિકારીઓ અને વાલીઓએ વ્યક્ત કરી છે. અત્રે નોંધનીય છે કે, ગતરોજ નાનચાંગ એરપોર્ટ ઉપર ચેકઅપ દરમ્યાન બનાસકાંઠાના ત્રણ વિદ્યાર્થીઓના શરીરનું તાપમાન ૩૭ ડીગ્રી આસપાસ આવતા તેને રોકી દેવાયા છે. જ્યારે વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવા માટે મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં તંત્ર દ્વારા બેઠકનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે.

પાલનપુરમાં રહેતા દિનેશભાઈ બારોટનો પુત્ર નવનીત ચીનમાં ફસાતા પરિવાજનો ચિંતામાં મુકાયા છે, હાલ તેઓ પુત્રની સાથે વિડીયો કોલથી સંપર્કમાં રહી હાલચાલ પુછી રહ્યા છે.

ચીનમાં કોરોના વાઇરસ આવ્યાના ઠીક ત્રણ દિવસ પહેલાં જ ચાઇના નાનચાંગ જીયાન્ગસી યુનિવર્સિટીમાં ભણતા મહેસાણાના અને અન્ય જિલ્લાના વિવિધ પટેલ, સંકેત પટેલ સહિતના ૧૨ જેટલા વિદ્યાર્થીઓ ૧૫ દિવસ પહેલાં એટલે ગત ૧૩ જાન્યુઆરીના રોજ શિયાળુ વેકેશનની રજામાં પરત આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.