ગુજરાતના આ IPS ઓફિસર છે જબ્બર પ્રામાણિક, દારૂવાળાને સાચવવા સરકારે સાઈડમાં મૂક્યા, પણ હવે…

ગુજરાત પોલીસમાં IPS હસમુખ પટેલ DSPથી લઈને રેન્જ IG તરીકે જ્યાં પણ સરકારે નિયુક્ત કર્યા તે જિલ્લા- રેન્જમાં તેમણે દારૂ- જૂગારના અડ્ડાઓ બંધ કરાવ્યા છે, બુલેટગરોને જેલ ભેગા કર્યા છે. પ્રમાણિક ઓફિસરની છાપ ધરાવતા હસમુખ પટેલ દારૂના વેપલાબાજો અને તેમને રાજકિય આશ્રય આપનારા નેતાઓને કાયમ નડયા છે. આથી ભાજપ સરકારે બે વર્ષ પહેલા આ IPSને સાઈડલાઈન કરી પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા હતા. જો કે, હસમુખ પટેલ હવે ત્યાં પણ કોન્ટ્રાક્ટરોને ભારે પડી રહ્યા છે.

વારંવાર બદલીઓ, સતત સાઈડપોસ્ટિંગ છતાંયે પોતાના સ્વભાવને વળગી રહેનારા IPS હસમુખ પટેલ પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા રાજ્યમાં બાંધવામાં આવતા પોલીસ સ્ટેશનો, પોલીસ આવાસો, જેલ સહિતના બાંધકામો, તેના સિવિલ- ઈલેક્ટ્રીક વર્કની જાતે ચકાસણી કરીને કોન્ટ્રાક્ટરોને બીલો મંજૂર કરે છે. જેના કારણે ભાજપ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરોએ શરૂઆતમાં મંત્રીઓ પાસે ભલામણના ફોન કરાવ્યા તો તેઓ સરકારને પણ ગાંઠયા નથી ! આમ, સાઈડલાઈન કર્યા પછી પણ હસમુખ પટેલની કાર્યશૈલીથી સરકાર ભરાઈ પડી છે.

IPS હસમુખ પટેલ હાઉસિંગ બોર્ડના કામોમાં થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન, બાંધકામની લેબ ચકાસણી કરતી એજન્સીઓની પોતે જ ચકાસણી કરે છે. ઈલેક્ટ્રીક વર્ક પુર્ણ થયાનું સર્ટિફિકેટ ઈસ્યુ કરતા પહેલા તેમણે જાતે વાયર ખોલી તેના ઓછા ગ્રેડ હોવાનું પકડી કોન્ટ્રાક્ટરનું પોલ ખોલી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.