ગુજરાતના કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓ માટે રૂપાણી સરકાર કરી શકે છે રાહત પેકેજની જાહેરાત


ગુજરાતના કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓ માટે મહત્વના સમાચાર છે. કોરોના અને લોકડાઉનને કારણે કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓની હાલત કફોડી બની ગઇ છે. ત્યારે હવે સરકાર કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓ માટે રાહત પેકેજ જાહેર કરી શકે છે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે રાજ્યના તમામ જિલ્લાઓના કલેક્ટરને સૂચના આપી દરેક ગામમાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓની યાદી મંગાવી છે. સરકારે મામલતદાર અને આગેવાનોની મદદથી 2 દિવસમાં આ સર્વે કરવાનો આદેશ આપ્યો છે. સર્વે પૂર્ણ થયા બાદ કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓ માટે સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી શક્યતા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.