ગુજરાતમાં કોરોનાનો આતંક : છેલ્લા 24 કલાકમાં 398 નવા કેસ, 21ના મોત

ગુજરાતમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત છે. રાજ્યમાં કોરોનાના કેસ જંગલના આગની જેમ વધી રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર આપી હતી.

આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 398 નવા કેસ નોંધાયા છે. જ્યારે 21 લોકોના મૃત્યુ થયા છે. 24 લોકો વેન્ટિલેટર પર છે. આ  સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 7403 પર પહોંચી ગઈ છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 278 કેસ નોંધાયા છે. ગુજરાતમાં સૌથી વધુ કેસ 5 મેના રોજ 441 કેસ નોંધાયા હતા.

રાજ્યમા અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 8195 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે આજે રાજ્યમાં 454 લોકોને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 2 હજાર ઉપર લોકો સાજા થયા છે.

Highlight

– રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 398 નવા કેસ
– ગુજરાતમાં કોરોના કુલ કેસનો આંકડો 8195 પર પહોંચ્યો
– છેલ્લા 24 કલાક 21ના મોત
– છેલ્લા 24 કલાક 454 દર્દી ડિસ્ચાર્જ થયા, અત્યાર સુધીમાં કુલ 2545 ડિસ્ચાર્જ તયા
– 24 કલાકમાં અમદાવાદમાં 278 નવા કેસ
– રાજ્યમા પહેલીવાર ડિસ્ચાર્જ વધુ અને કેસ ઓછા

જિલ્લાવાર કેસની વિગત

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.