– વયસ્કો-ગંભીર બીમારી ધરાવતાં લોકો કોરોનાનો શિકાર
– દર્દીનો સાજા થવાનો દર વધી 10 ટકા થયો,આજથી રાજ્યમાં રેપિડ ટેસ્ટ કરાશે,રોજ ત્રણ હજાર ટેસ્ટ કરવા નિર્ણય
– ડાંગ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો, અમદાવાદમાં વધુ 7 લોકોના કોરોનાથી મૃત્યુ
કોરોનાએ ગુજરાતને સકંજામાં લઇ લીધુ છે.જે રીતે કેસો જનહીં પણ કોરોનાનો મૃત્યુઆંક વધી રહ્યો છે તે જોતાં ગુજરાતની પરિસ્થિતી વણસી રહી છે.અમદાવાદ શહેર તો કોરોનાનુ એપી સેન્ટર બન્યુ છે.આજે ફરી એકવાર અમદાવાદમાં વધુ ૧૫૧ કેસો નોધાયા હતાં. આ ઉપરાંત ૭ના મોત થયા હતાં. ગુજરાતમાં કોરોનાના કેસોનો આંકડો હવે વધીને ૨૬૨૪ સુધી પહોંચ્યો છે.જયારે મૃત્યુઆંક પણ ૧૧૨ થયો છે. રાજ્ય આરોગ્ય વિભાગનુ કહેવુ છેકે,હોટસ્પોટ વિસ્તારમાં હજુય કેસો વધી રહ્યાં છે. આ જોતા લોકો સાવધાની વર્તવાની જરુર છે.
ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ શહેર કોરોનાનુ કેપિટલ બન્યુ છે.આખા ય રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કેસો નોંધાયા છે. અમદાવાદમાં આજે નવા ૧૫૧ કેસો નોંધાયા હતાં. આરોગ્ય સચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યુંકે, અમદાવાદ નોધાયેલાં કુલ કેસો પૈકી ૮૦ ટકા કેસો હોટસ્પોટ વિસ્તારમાં જ જોવા મળ્યાં છે. અન્ય ૨૦ ટકા અમદાવાદના બાકીના વિસ્તારોમાં નોધાયા છે.આજે પણ અમદાવાદમાં કાલુપુર, દાણિલિમડા, જુહાપુરા, દરિયાપુર, રાણીપ, ગોમતીપુર, વસ્ત્રાલ, ઇસનપુર, આસ્ટોડિયા, રાયખડ, બાપુનગર જેવા વિસ્તારોમાં નોંધાયાં છે. છેલ્લાં ૨૪ કલાકમાં અમદાવાદમાં ૧૫૧ કેસો,આણંદમાં ૩,અવરલ્લીમાં ૧, ભરુચમાં ૫, બોટાદમાં ૨,ગાંધીનગરમાં ૧, ખેડામાં ૨, પંચમહાલમાં ૧, સુરતમાં ૪૧ ,વડોદરામાં ૭, વલસાડમાં ૧ કેસ નોંધાયા હતાં. ડાંગ જિલ્લામાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો.મૂળ ડાંગની એક યુવતીને કોરોના પોઝીટીવ થયા હોવાનુ જાણવા મળ્યુ છે.અત્યાર સુધીમાં ૨૯ જિલ્લામાં કોરોનાએ પગપેર્સો કર્યો છે. આજે નોંધાયેલાં ૨૧૭ કેસો પૈકી ૧૫૦ પુરુષ દર્દીઓ છે.હવે માત્ર ચારેક જિલ્લા એવા છેકે,જયાં કોરોનાનો એક પણ કેસ થયો નથી.
આજે એક જ દિવસમાં વધુ ૯ લોકોના મોત થયા હતાં. અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં દાખલ બે પુરુષ અને એક મહિલાનુ મોત થયુ હતું જયારે સિવિલમાં બે પુરુષ અને બે મહિલાનુ મોત થયુ હતું. સુરતમાં એક ૭૫ વર્ષિય મહિલાનુ મોત થયુ હતું. વડોદરામાં એક ૫૦ વર્ષિય મહિલાનુ મોત નિપજયુ હતું. મૃતકો મોટાભાગે હાયપર ટેન્શન, ડાયિબીટીસ, હૃદયરોગના દર્દીઓ હતાં. એક દિવસમાં ગુજરાતમાં વધુ નવ લોકોના મોત થયા હતાં. ગુજરાતમાં મૃત્યુઆંક વધીને૧૧૨ થયો છે. આરોગ્ય સચિવ ડો.જયંતિ રવિએ ફરી આ વાત દોહરાવી હતીકે, ૬૦ વર્ષથી વધુ વયના લોકો હોય,એકથી વધુ બિમારી હોય તેવા લોકો માટે કોરોના જોખમી સાબિત થઇ શકે છે.
કોરાનાએ ગુજરાતના સકંજામાં લીધુ છે ત્યારે રાહતના સમાચાર એછેકે,ગુજરાતમાં પહેલી વાર એવી ઘટના બની છેકે,એક દિવસમાં ૭૯ દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૨૫૮ લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. હાલમાં ૨૮ દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યાં છે. એન્ટી બોડી ટેસ્ટ કીટને વાપરવા માટે કેન્દ્ર સરકારે હવે ગુજરાત સરકારને લીલીઝંડી આપી દીધી છે જેના પગલે આવતીકાલથી હોટસ્પોટ વિસ્તાર ઉપરાંત અન્ય વિસ્તારોમાં રેપિડ ટેસ્ટ શરુ કરવામાં આવશે. કોરોનાના કેસો વધતાં રાજ્ય આરોગ્ય વિભાગે રોજ ૩ હજાર ટેસ્ટ કરવા નક્કી કર્યુ છે. અત્યાર સુધીમાં આખાય રાજ્યમાં કુલ ૪૨૩૮૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં દર્દીઓની સાજા થવાની ટકાવારી વધીને ૧૦ ટકા થઇ છે.જે રીતે કેસો અને મૃત્યુઆંક વધી રહ્યો છે તે જોતાં રાજ્ય આરોગ્ય વિભાગનુ કહેવુ છેકે,મહામારીને કાબુ કરવા માટે કોઇ હરિફાઇ હોઇ શકે નહીં.વર્તમાન પરિસ્થિતીને જોતાં કેસો વધે નહીં,મૃત્યુઆંક વધે તેવી અસરકારક કામગીરી કરવી એ રાજ્ય સરકારનો મુખ્ય હેતુ છે.
કોરોનાનો ભરડો : કુલ મૃત્યુઆંક 69 થયો, કુલ દર્દીઓ 1652 થયા
અમદાવાદમાં 16 વર્ષની કિશોરી સાથે સાત દર્દીઓનાં મૃત્યુ : નવા 151 દર્દીઓ નોંધાયા
– મ્યુનિ.ના આસિ. TDO, ડૉક્ટર, 4 મેલેરિયા વર્કર્સ, 3 સ્કૂલ બોર્ડના શિક્ષકો કોરોનાની ઝપટમાં દુકાનદાર, પેટ્રોલ પંપના યુવકો, શાકવાળા ફેરિયા જેવા ‘સુપર સ્પ્રેડર્સ’ પર કેન્દ્રીત કરાયેલું ધ્યાન
અમદાવાદમાં કોરોનાનો ભરડો યથાવત્ રહેવા પામ્યો છે. એક જ દિવસમાં ૧૬ વર્ષની કિશોરી સાથે સાત દર્દીના મોત નોંધાયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૬૯નો થયો છે. જ્યારે નવા ૧૫૧ દર્દીઓ દાખલ થયા છે, તેમાં ૧૦૬ પુરુષ અને ૪૫ મહિલાઓનો સમાવેશ થવા જાય છે. આ સાથે દર્દીઓનો કુલ આંકડો ૧૬૫૨ને આંબીગયો છે. મૃત્યુના અને દાખલ થતાં દર્દીઓના રોજેરોજ વધી રહેલા આંકડાથી સ્થિતિ ભયાવહ બનતી જાય છે. જ્યારે ૧૧૩ દર્દી સાજા થતાં તેમને હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે.
આજે (૧) ૧૬ વર્ષની કિશોરીનું સિવલમાં, (૨) ૪૮ વર્ષની મહિલાનું સિવિલમાં, (૩) ૭૩ વર્ષના પુરુષનું સિવિલમાં, (૪) ૭૧ વર્ષના પુરુષનું સિવિલમાં, (૫) ૫૩ વર્ષના પુરુષનું એસવીપીમાં, (૬) ૬૨ વર્ષના પુરુષનું એસવીપીમાં અને (૭) ૬૦ વર્ષના પુરુષનું એસવીપીમાં સારવાર દરમિયાન કરુણ એસવીપીમાં સારવાર દરમ્યાન કરુણ મૃત્યું થયેલ છે. ૧૬ વર્ષની કિશોરીને તો બીજી કોઈ શારીરિક તકલીફ પણ ના હતી. સામાન્ય રીતે સિનિયર સિટિઝનનું જ મહદઅંશે અવસાન થાય તે માન્યતા આવી ઘટનાઓથી ખોટી સાબિત થતી જાય છે. મ્યુનિ.ની કોરોના સામેના એક્શન પ્લાનની ગુલબાંગો વચ્ચે મૃત્યુ અને દર્દીઓની સંખ્યાએ અમદાવાદને દેશ આખામાં બીજા ક્રમે મૂકી દીધું છે.
બીજી તરફ આજે મ્યુનિ.ના મધ્ય ઝોનના ટીડીઓ- એસ્ટેટ ખાતાના આસિ. ટીડીઓ ભોજક કોરોનાનો ભોગ બન્યા છે. સ્કૂલ બોર્ડના ૩ શિક્ષકો કોરોનામાં લપેટાયા છે, તેમાંથી એક આચાર્ય તો હાલ વેન્ટિલેટર પર છે. એક ડૉક્ટર અને ચાર મેલેરિયા વર્કસ પણ સંક્રમણની ઝપટમાં આવી ગયા છે. મ્યુનિ.ના ફિલ્ડમાં કાર્યરત કર્મચારીઓ અધિકારીઓ ફફડી રહ્યા છે.
દરમ્યાન મ્યુનિ. કમિશ્નર વિજય નહેરાએ સારા સમાચાર આપતા જણાવ્યું હતું કે કોરોનાને મ્હાત આપીને આજે વધુ ૨૯ દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. સાજા થનારનો આંકડો ૧૦૧નો થયો છે. હવે તેમાં વૃદ્ધિ થશે કેમ કે ઘણાંખરા દર્દીનો ૧૪ દિવસથી વધુ સમય થઈ ગયો છે. સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટર અને એસવીપીની વ્યવસ્થા સામે વાયરલ થયેલા ચાર જેટલા વિડિયો સામે તેમણે નારાજગી વ્યક્ત કરી જણાવ્યું હતું કે, કોવિડ સેન્ટરમાં ખૂણામાં પડેલા ફૂટ પેકેટ સહિતના કચરાનો વિડિયો વાયરલ થયો છે, તેમને તમામ રૂમમાં બેગ્સ અપાઈ છે તેમાં કેમ કચરો એકઠો નથી કરતા ? બહાર ક્રિકેટ શા માટે રમો છો ?, તમામ પગથિયે પોલીસ બેસાડવાની ? મહિલા મેડિકલ ઓફિસરના વિડિયો અંગે પણ તેમણે આવી જ પ્રતિક્રિયા આપી હતી.
આગામી દિવસોમાં સિનિયર સિટિઝન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે તેમ કહી તેમણે ઉમેર્યું હતું કે, આ માટે શહેરના તમામ સિનિયર સિટિઝન્સની યાદી તૈયાર કરવામાં આવી રહી છે કેમ કે મૃત્યુનું પ્રમાણ તેમનું વધુ છે. ૩૦૦૦ શિક્ષકોને ઘરે- ઘરે સર્વેની કામગીરી સોંપાઈ છે. આ ઉપરાંત ‘સુપર સ્પ્રેડર્સ’ને શોધી કાઢવા પણ હેલ્થ ખાતા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. શાકવાળા, પેટ્રોલ પંપ પર કામ કરતા યુવકો, કરિયાણાની દુકાને બેઠેલા, દવાની દુકાનના સેલ્સ પર્સન આવી વ્યક્તિને જો કોરોના હોય તો તે તેમના સંપર્કમાં આવનાર સંખ્યાબંધ લોકોને ચેપ લગાડી શકશે. હાલ આવા ૧૨ જેટલા કોરોનાના દર્દી શોધી કાઢી તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.
મ્યુનિ. હેલ્થ ખાતાની ઘોર બેદરકારી
શાહપુરના એક ડૉક્ટર અને ચાર મેલેરિયા કર્મચારીના સેમ્પલ તા. ૧૫મીએ લેવાયા હતા. જેનો રિપોર્ટ છેક આજે આવ્યો કે આ તમામ કર્મચારીઓ અને ડૉક્ટર પોઝિટિવ છે. દરમ્યાન અત્યાર સુધી આ કર્મચારીઓ ફિલ્ડમાં કામ કરતા રહ્યા હતા અને અનેકના સંપર્કમાં આવ્યા હતા. સેમ્પલ લેવાયા બાદ તેમને હૉમ ક્વૉરન્ટાઇન કેમ નહોતા કરાયા ? આ ભૂલ કોની તે અંગે સવાલ ઉભો થયો છે. આવી જ રીતે ગઈકાલે સમરસ હૉસ્પિટલમાં દાખલ કરાયેલા એક દર્દીનું રિપોર્ટમાં નામ બરાબર છે પણ સરનામું અને ફૉન નંબર બીજાના હોવાનું જણાયું છે.
માસ્ક નહીં પહેરેલ 348 વ્યક્તિ શોધી કાઢી, 3,21,200 દંડ કર્યો છે.
SVP હૉસ્પિટલની આંકડાકીય સ્થિતિ
વિગત |
અત્યાર |
છેલ્લા |
– |
– |
સુધી |
૨૪ કલાક |
કુલ |
શંકાસ્પદ કેસ |
૧૮૩૬ |
૧૪૧ |
૧૯૭૭ |
નેગેટિવ |
૧૨૦૩ |
૩૨ |
૧૨૩૫ |
પોઝિટિવ |
૫૫૭ |
૬૯ |
૬૨૬ |
પેન્ડિંગ |
૭૬ |
૧૧૬ |
૧૧૬ |
મૃત્યુ |
૩૫ |
૦૨ |
૩૭ |
વેન્ટીલેટર |
૨૦ |
૨૦ |
૨૦ |
રજા અપાઈ |
૪૯ |
૧૦ |
૫૯ |
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.