ગુજરાતમાં લોકડાઉન પહેલાના સમયની તુલનાએ ઇંધણનું વેચાણ 30 ટકા જેટલું ઘટયું

લાંબા લોકડાઉનના અમલ બાદ ગુજરાત રાજ્યમાં અનલોકના ચાર તબક્કામાં તમામ ધંધા રોજગાર-ઉદ્યોગો પુન:ધમધમતા થયા હોવા છતાં રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલનું વેચાણ લોકડાઉનના પહેલાના સમયની તુલનાએ ૩૦ ટકા ઓછું થઇ રહ્યું છે.

ગુજરાત પેટ્રોલીયમ ડિલરો એસો.ના ડેટા મુજબ લોકડાઉન પહેલા એટલે કે ગત ફેબુ્રઆરી માસ સુધીરાજ્યમાં પેટ્રોલનું સરેરાશ ૧૮ કરોડ લીટર વેચાણ થતું હતું તે લોકડાઉન પછી ઘટીને ૩.૬ કરોડ લીટર વેચાણ થતું હતું તે લોકડાઉન પછી ઘટીને ૩.૬ કરોડ લીટર ઉતરી આવ્યું છે.

જ્યારે સૂચિત સમય દરમિયાન ડીઝલનું વેચાણ સરેરાશ ૫૬ કરોડ લીટર થતું હતું. તે લોકડાઉન પછી માત્ર ૧૧ કરોડ લીટર રહ્યું છે.

સરકાર દ્વારા અનલોકના ચાર તબક્કામાં જાહેર કરેલ વિવિધ છૂટછાટો બાદ ઓગસ્ટ માસ દરમિયાન પેટ્રોલ-ડીઝલની માંગમાં વધારો થયો હતો. ઓગસ્ટ અંતે પેટ્રોલનું વેચાણ ૧૩ કરોડ લીટર અને ડીઝલનં૬ વેચાણ ૩૫ કરોડ લીટર રહ્યું હતું.

આર્થિક નિષ્ણાંતોના જણાવ્યા મુજબ અનલોકના ચાર તબક્કા બાદ તમામ ધંધા-રોજગાર-ઉદ્યોગો પુન: ધમધમતા તો થયા છે. પરંતુ તે ૫૦થી ૬૦ ટકાની ક્ષમતાએ જ કાર્યરત થયા છે. ઉપરાંત ક્લબો, ટુરીઝમ, હોટલ ક્ષેત્રે હાલ ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં કામકાજ થઇ રહ્યા છે.

પ્રતિકૂળ સંજોગોના કારણે લોકો બને ત્યાં સુધી ટ્રાવેલિંગ કરવાનું ટાળે છે. તો બીજી તરફ ઔદ્યોગિક ક્ષેત્રે થતા ઇંધણનો વપરાશ પણ અડધોઅડધ ઘટી ગયો છે. જેના કારણે તેના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.તાજેતરમાં કોરોનાના કેસોમાં ફરીથી નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જે જોતા આગામી ૩થી ચાર માસ સુધી પરિસ્થિતિ તાળે પડે તેમ જણાતું નથી. આમ, આ પરિસ્થિતિ જોતા આગામી સમય દરમિયાન પણ ઇંધણની માંગ નીચી રહેવાની સંભાવના છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.