ગુજરાતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે હવે લોકડાઉન 3.0 પુરુ થવાના આરે છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંદેશમાં આખા દેશમાં લોકડાઉન 4.0ના સંકેત આપી દીધા છે. પરંતુ હા.. લોકડાઉન 4.0 થોડીક છૂટછાટ સાથે ગુજરાત સહિત આખા દેશમાં લાગૂ કરવામાં આવશે. હાલ ગુજરાતમાં લોકડાઉન 4ને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. લોકડાઉન 4 ગુજરાતમાં 2 તબક્કામાં રહેશે. જેમાં પ્રથમ તબક્કામાં છૂટ અપાશે, જ્યારે બીજા તબક્કામાં નિયમો સાથે હશે.
ગુજરાતમાં લોકડાઉન 4માં રાજ્ય સરકાર ઓડ ઈવન સિસ્ટમથી દુકાનો ખોલવાની વિચારણાં કરી રહી છે. એટલું જ નહીં, 50 ટકા કર્મચારી સાથે ઓફિસ ખોલવા ઉપર પણ વિચારણાંઓ ચાલી રહી છે. હા પરંતુ એક ઝાટકોરૂપ કહી શકાય તેવા સમાચાર એવા છે કે, રાજ્યના મોટા શહેરોમાં સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધીમાં બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. મોટા શહેરોમાં મલ્ટિપ્લેક્સ, મોલ, જિમ, ક્લબો તો બંધ જ રહેશે. લૉકડાઉન-4માં પણ આ તમામ સ્થળો ઝડપી સંક્રમણ ફેલાવી શકે તેવા લાગતા હોવાથી સરકારે તેને બંધ જ રાખવાનું નક્કી કર્યં છે અને તે કયાં સુધી બંધ રહેશે.ગુજરાતમાં લોકડાઉન 4માં રાજ્ય સરકાર ઓડ ઈવન સિસ્ટમથી દુકાનો ખોલવાની વિચારણાં કરી રહી છે. એટલું જ નહીં, 50 ટકા કર્મચારી સાથે ઓફિસ ખોલવા ઉપર પણ વિચારણાંઓ ચાલી રહી છે. હા પરંતુ એક ઝાટકોરૂપ કહી શકાય તેવા સમાચાર એવા છે કે, રાજ્યના મોટા શહેરોમાં સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધીમાં બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. મોટા શહેરોમાં મલ્ટિપ્લેક્સ, મોલ, જિમ, ક્લબો તો બંધ જ રહેશે. લૉકડાઉન-4માં પણ આ તમામ સ્થળો ઝડપી સંક્રમણ ફેલાવી શકે તેવા લાગતા હોવાથી સરકારે તેને બંધ જ રાખવાનું નક્કી કર્યં છે અને તે કયાં સુધી બંધ રહેશે.
ઉનાળાની સીઝનમાં શહેરોમાં રાત્રે બરફના ગોળા,સોડા,આઇક્રીમ પાર્લર સહિતની દુકાનો પર લોકો રાત્રે નીકળતા હોય છે. શહેરોમાં ઉનાળાની સીઝનમાં રાત્રે ફરવા નીકળવાનો ક્રેઝ વધારે હોવાથી સરકારે શહેરોમાં સાંજે 7થી સવારે 7 કલાક સુધી બહાર નીકળવા પર પ્રતિબંધ રાખવાનું જ નક્કી કર્યું છે. જો કે, ગામડાઓમાં આ નિયમ લાગુ પડશે નહીં,આમછતા હજુ ગામડા બાબતે અંતિમ વિચારણા બાકી છે,પણ શહેરોમાં તો પ્રતિબંધ જ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.