ગુજરાતમાં 3 કલાક 7 જિલ્લાઓ માટે ‘ભારે’! હવામાન વિભાગે જાહેર કર્યું નાઉકાસ્ટ..

વરસાદ અંગે હવામાન વિભાગે નાવકાસ્ટ જારી કરીને આગામી ત્રણ કલાક માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ કલાક માટે રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ: આગામી 3 કલાકમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે નાવકાસ્ટ જારી કરીને આગામી ત્રણ કલાક માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુરુવારે સવારે 7 થી 10 વાગ્યા માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

આગામી 3 કલાક માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વિવિધ વિસ્તાર માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કરીને વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે.

આ જિલ્લાઓમાં થશે ભારે વરસાદ

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. કચ્છ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, બોટાદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના

આ સિવાય ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેરા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 દિવસથી સતત વરસી પહેલા વરસાદને પગલે ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે, તો કેટલી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. ત્યારે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા, લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા લોકોને જોખમી પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે NDRF, SDRF અને અન્ય એજન્સીઓ દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.