ગુજરાતમાં અત્યારે ચોમાસું બરોબરનું જામેલું છે. ત્યારે રાજ્યના કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદ પણ થઈ રહ્યો છે

ગુજરાતમાં અત્યારે ચોમાસું બરોબરનું જામેલું છે. ત્યારે રાજ્યના કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદ પણ થઈ રહ્યો છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પાણી પણ ભરાઈ ગયા અને પૂર પણ આવ્યા. ત્યારે સિઝનના પહેલા જ વરસાદમાં રાજકોટના 3 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે. રાજકોટ જિલ્લામાં 37 જળાશયો આવ્યા છે.

જેમાંથી માત્ર ત્રણ જળાશયો જ 100 ટકા ભરાયા છે. એમાંથી 10 જળાશયો એવા છે કે જેમાં હજુ પણ 0% થી લઈને 9% સુધી જ પાણી ભરાયું છે. જ્યારે ઉપલેટામાં સારો વરસાદ થયો છે. ઉપલેટાના ડેમો 80થી 90 ટકા પાણી ભરાયું છે.

રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ ઉપરાંત સાત જળાશયોમાં ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૧,૭૮,૨૮૬ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૩.૩૭ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૨,૬૪, ૩૬૨ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૪૭.૧૯ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૧,૭૮,૨૮૬ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૩.૩૭ ટકા જળસંગ્રહ છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૨,૬૪, ૩૬૨ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૪૭.૧૯ ટકા જેટલો જળસંગ્રહ છે. રાજ્યના ૩૦ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. સરદાર સરોવર સહિત ૨૮ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ અપાઈ છે. ૩૬ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૫૩.૨૯ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧માં ૫૦.૮૮ ટકા, કચ્છના ૨૦માં ૪૯.૯૨ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૩૭.૨૯ ટકા, તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૬.૪૯ ટકા પાણીનો સંગ્રહ થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.