ગુજરાતમાં ભ્રષ્ટ અધિકારીઓ અને બેઈમાન કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી વધુ એક બ્રિજ બને એ પહેલાં પડી ગયો છે. જી હા…વલસાડ જિલ્લાના પારડી તાલુકાનો આ બનાવ છે. પારડીના ઉમરસાડી દેસાઈ વાડથી દરિયા કિનારા તરફત જતા નવનિર્મિત બ્રિજના પિલ્લર નમીને આડા થઈ ગયા છે. આ ઓવરબ્રિજ કેવી ગુણવત્તા સાથે બનતો હતો તેનો આ મોટો પુરાવો છે.
ગુજરાતમાં ભ્રષ્ટાચાર કઈ હદે થઈ રહ્યો છે તેનો આ પુરાવો છે. બ્રિજના પાયા આટલા કમજોર છે તો પછી બ્રિજ કેટલો મજબૂત બનશે તે વિચારવા જેવો મુદ્દો છે. જરા જુઓ…જનતાના ટેક્સની કમાણી કોના ઘરમાં જઈને સમાઈ રહી છે. મોટી વાત એ છે કે શુસાસનની વાતો કરનારા નેતાઓએ આજ સુધી એક પણ બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટરોને ફાંસીએ ચડાવ્યા કે ના તો તેમના ઘર પર બુલડોઝર ચલાવ્યું છે. એટલું જ નહીં બ્રિજના કામનું ઈન્સ્પેક્શન કરતા ભ્રષ્ટ અધિકારીઓ પણ જનતાના પરસેવાની કમાણી લૂંટવામાં કોન્ટ્રાક્ટરો સાથે મળીને માવા-મલાઈ ખાઈ રહ્યા છે.
જનતા જાણવા માગે છે આ ભ્રષ્ટ અધિકારીઓ પર ક્યારે ઈડી અને સીબીઆઈના દરોડા પડશે. ગુજરાત જાણવા માગે છે આ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોના ઘર પર ક્યારે બુલડોઝર ચાલશે. આખરે ક્યાં સુધી નવે નવા રોડ અને બ્રિજ તૂટતા રહેશે અને જનતાના ટેક્સના પૈસા ભ્રષ્ટાચારીઓના હાથે લૂંટાતા રહેશે. મહત્વનું છે કે 9.5 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા આ 126 મીટર લાંબા અને 5.5 મીટર પહોળા પુલના પિલર અને એપ્રોચનો ભાગ ધસી પડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.