ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. આજ સવારથી મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે.
મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં ધોધમાર વરસાદને લઈ અનેક વૃક્ષો અને દીવાલો ધરાશાયી થઈ છે. લુણાવાડામાં ખેતીવાડી વિભાગની દિવાલ ધરાશાયી થઈ છે. લુણાવાડા નગરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લુણાવાડા નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. પહેલા જ વરસાદમાં લુણાવાડા નગર પાલિકાની જાણે પોલ ખુલ્લી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. લુણાવાડા નગરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસતા કેટલાક વીજ પોલ તૂટી પડ્યા છે. લુણાવાડા નગરના અલગ અલગ વિસ્તારમાં એમજીવીસીએલના વીજપોલ ધરાશાયી થયા છે. લુણાવાડાની વૃંદાવન સોસાયટી તરફ જતા માર્ગ ઉપર વિજ પોલ પડ્યો છે. વીજ પોલ ધરાશાય તથા સ્થાનિક લોકોએ કાર મૂકી અને રસ્તો બંધ કર્યો
આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી
સવારે 7 વાગેથી આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું. અમદાવાદ સહિત મહીસાગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર રાજકોટમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે. મહેસાણા, મોરબી, બોટાદ, ભાવનગર અને, જામનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ગાંધીનગર, આણંદ, નર્મદા, ભરૂચ, વડોદરા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને, કચ્છમાં હળવા વરસાદની આગાહી છે.
મહીસાગર પાણી પાણી થયું
મહીસાગર જિલ્લામાં મોડી રાતથી મેઘરાજા મહેરબાન થયા છે. જિલ્લાના સંતરામપુર, કડાણા, લુણાવાડા, ખા, વીરપુર, બાલાસિનોર તાલુકાઓમાં મોડી રાત્ર દરમિયાન ધમાકેદાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટની વચ્ચે મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ખૂબ લાંબા વિરામ બાદ વરસાદ આવતા ધરતીપુત્રો ખુશ ખુશાલ થયા છે. મહીસાગર જિલ્લામા મોડી રાત્રે વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાયા છે. લુણાવાડા નગરપાલિકાની પોલ ખૂલી છે. લુણાવાડા નગરપાલિકા વિસ્તારના કેટલાક વિસ્તારોમાં સરકારી કામગીરીની પોલ ખૂલી છે. લુણાવાડા નગરના વરાધરી રોડ, આનંદ પાર્ક, જયશ્રીનગર સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.