ગુજરાતમાં નવી જંત્રી અને બિન ખેડૂત ખાતેદાર જમીન ખરીદી અંગે મોટું અપડેટ, મહેસુલ વિભાગનો પ્લાન તૈયાર….

બિન ખેડૂત ખાતેદાર જમીન ખરીદી બાબતે મહત્વના સમાચાર સામે આવ્યા હતા. જેમાં જયંતી રવિએ જણાવ્યું હતું કે બિન ખેડૂત ખાતેદાર જમીન ખરીદી બાબતે કમિટી બનાવાઈ છે અને કમિટી સરકારને પોતાના પ્રતિભાવ આપશ

રાજ્યમાં નવી જંત્રીને લઇ મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિનુ નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું છે કે બિન ખેડૂત ખાતેદાર જમીન ખરીદી બાબતે કમિટી બનાવાઈ છે. કમિટી સરકારને પોતાના પ્રતિભાવ આપશે. જેના આધારે રાજ્ય સરકાર તબક્કાવાર પોતાનો નિર્ણય કરશે.

લોકોનાં પ્રતિભાવો માટે…

તાજેતરમાં નવી જંત્રીનો મુદ્દો સરકારમાં ચર્ચાયો હતો. જેમા મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતુ કે આ નિયમ અમલ પહેલાં લોકોનાં પ્રતિભાવો માટે મુકવામાં આવશે. મહેસુલ વિભાગ દ્વારા 36 પ્રકારની વિવિધ સુવિધાઓ આપવામાં આવે છે. જે લીધા બાદ આ તમામ સુવિધાઓને લઇ કોઇ પરેશાની સર્જાઇ હોય, કોઇ પ્રશ્ન થયા હોય તેને લઇ આ કમિટી બનાવવામાં આવી છે.

આ ઉપરાંત અમે દરરોજ 200 થી વધારે ફોન કોલ કરીએ છીએ. અત્યાર સુધીમા 150 જેટલા ઓનલાઇન ફોર્મ આવી ચુક્યા છે. ત્યારે સમગ્ર માહિતીના આધારે વિભાગની કામગીરીમાં સુધારો આવે અને નાગરિકોને વધારે સારી સુવિધા મળે તેને લઇને સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.