ગુજરાતના કેવડીયા કોલોની ખાતે બનાવવામાં આવેલા દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીની યશ કલગીમાં વધુ એક છોગુ ઉમેરાવવા જઈ રહ્યું છે. 183 ફૂટ ઉંચા સ્ટેચ્યુને દુનિયાની 8મી અજાયબી જાહેર કરવાની તજવીજ મોદી સરકારે હાથ ધરી દીધી છે. સૌપ્રથમ આ મામલે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં પ્રસ્તાવ લાવવામાં આવશે.
હાલ દુનિયાની 7 અજાયબીઓમાં ભારતની એકમાત્ર ઈમારત એવા આગ્રા ખાતે આવેલા તાજ મહેલને જ સ્થાન અપાવામાં આવ્યું હતું. હવે સ્ટેચ્યુ ઓફ યૂનિટીને પણ આ દરજ્જો આપવાને લઈને હિલચાલ તેજ કરી દેવામાં આવી છે.
આ મામલે શાંઘાઈકો ઓપરેશન ઓર્ગેનાઇઝેશનના જનરલ સેક્રેટરી વ્લાદિમીર નોરોવે આ બાબતે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, અમારા સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરવામાં આવી છે કારણ કે ભારત સરકાર એસસીઓના પ્રમુખોની પરિષદની જવાબદારી નિભાવવાની તૈયાર છે.
ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે આ મામલે ટ્વિટ કરતા કહ્યું હતું કે, સભ્ય દેશોમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે એસસીઓના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી છે. એસસીઓ દ્વારા 8 અજાયબીઓ કે જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી શામેલ છે, તે ચોક્કસપણે એક પ્રેરણા તરીકે કામ કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.