ગુજરાત માથેથી ‘મહા’ વાવાઝોડાનું ખતરો ટળ્યો, પણ ભારે વરસાદની આગાહી

અમદાવાદ : ગુજરાતના (Gujarat) માથેથી ‘ ‘મહા’ વાવાઝોડાનું (cyclone Maha) સંકટ ટળ્યું છે. હવામાન વિભાગના (Weather Deparment)ના જણાવ્યા મુજબ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે નહીં ટકરાય પરંતુ આગામી 5-7 નવેમ્બર દરમિયાન વાવાઝોડાની અસરના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ (Heavy Rain) વરસશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે પત્રકારોને જણાવ્યું કે, “ ‘મહા’ વાવાઝોડું ગુજરાત તરફ આવતા નબળું પડશે. ચોથી નવેમ્બરથી 7મી નવેમ્બર સુધી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે કે નહીં તેની આગાહી અમે હાલ પૂરતી નથી કરી રહ્યા પરંતુ અમે માછીમારોને ગુજરાતના દરિયામાં દરિયો ન ખેડવા સૂચના આપી છે. હાલમાં વેરાવળથી 540 કિલોમીટર દક્ષિણ પશ્ચિમે સક્રિય છે. ચોથી નવેમ્બર બાદ વાવાઝોડું ખૂબ ગંભીર સ્વરૂપ ધારણ કરશે અને દ.ગુજરાત તરફ આગળ વધશે પરંતુ તે ગુજરાત તરફ આવતાં નબળું પડશે.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.