ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસમાં હવે રાજકીય નેતાઓ પણ સંક્રમિત થવા લાગ્યાં છે. કોંગ્રેસના નેતા હજુ ગંભીર સ્થિતીમાંથી હજુ બહાર નથી આવ્યાં ત્યાં આજે વન અને આદિવાસી કલ્યાણ વિભાગનો હવાલો સંભાળતા રમણ પાટક૨નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
કોંગ્રેસના સિનિયર નેતા ભ૨તસિંહ સોલંકી પોઝીટીવ જાહે૨ થયા બાદ તેમનું સ્વાસ્થ્ય લથડયા બાદ ગંભી૨ સ્થિતિમાં હોવાનું જાહે૨ થયું છે. ત્યાં આજે કેબીનેટ મંત્રી ૨મણ પાટક૨ પણ કોરોનાની ઝપટે ચડી ગયા છે. રમણ પાટકરને કોરોનાના લક્ષણ દેખાતા યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ થયા બાદ આજે તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
રમણ પાટકરનો રિપોર્ટ પોઝીટીવ આવતા કેબીનેટમાં ફફડાટ મચી ગયો છે. તેઓ ગઇ કાલે કેબીનેટ બેઠકમાં હાજર રહ્યાં હતા. બેઠકમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સિનિયર અધિકારીઓ હાજર રહ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસના ધારાસભ્ય, ઈમરાન ખેડાવાલ, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકો૨ તથા સુરતના કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા પણ કોરોના સંક્રમિત થયા છે.
શંકરસિંહ વાઘેલા અને ઇમરાન ખેડાવાલા સ્વસ્થ્ય પરત ફર્યાં છે જ્યારે ભરતસિંહ સોંલકી, ગેનીબેન ઠાકો૨ તથા વી.ડી.ઝાલાવડીયા સારવાર હેઠળ છે જેમાં ભરતસિંહની સ્થિતિ ગંભી૨ હોવાનું જાહે૨ થયું છે. આ ઉપરાંત મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સ્વામીની તબિયત પણ નાદુરસ્ત છે. ગઈકાલે આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામીના હૃદયમાં તકલીફ વધી હતી. આચાર્ય પુરુષોત્તમપ્રિય દાસજીને વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યા છે. તેઓ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આચાર્ય સહિત ગાદી સંસ્થાનના 8 સંતોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.