હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે દક્ષિણ ગુજરાતના અરવલ્લી, મહિસાગર, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. રવિવારે વલસાડના ઉમરગામમાં ધોધમાર વરસાદ વરસ્તા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. નર્મદાના નાંદોદ અને ડેડિયાપાડામાં 28 મી.મી વરસાદ નોંધાયો છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો અને ગરમીથી ત્રસ્ત લોકો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે.
આગામી 16 અને 17 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, સુરત, ડાંગ ,તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવ, જૂનાગઢ, કચ્છમાં પણ ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે ગુજરાતની દરિયા સીમમાં આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી જેવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. ગુજરાત પર લો પ્રેશરની વરસાદી સિસ્ટમ સર્જાતા આગામી 3 દિવસ મેઘરાજા મહેરબાન થશે. એટલું જ નહીં અમદાવાદ સહિત અન્ય વિસ્તારમાં મધ્યમ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોન્સૂન ટ્રફથી ભેજનું પ્રમાણ વધ્યું છે.
હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં મોન્સૂન ટ્રફ(લો-પ્રેશરની પટ્ટી) બનતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેને કારણે વરસાદની સિસ્ટમ સક્રિય બની છે, જેથી આગામી 3 દિવસો દરમિયાન રાજ્યનાં દરિયાકાંઠાના શહેરોમાં ભારે વરસાદ પડી શકે છે. તેમજ અમદાવાદ સહિત રાજ્યનાં અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડવાની પ્રબળ શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિસ્તારમાં મોન્સૂન ટ્રફ (લો-પ્રેશરની પટ્ટી)ને લીધે રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય બની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.