હવામાન વિભાગે 27 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે 6 જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે
રાજ્યમાં મેઘો મનમૂકીને વરસી રહ્યો છે. તમામ વિસ્તારોને મેઘરાજાએ તરબોળ કરી દીધા છે. અવિરત વરસતા વરસાદને કારણે પાણી ભરાઈ જતા રાજ્યના અનેક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. જ્યારે ફરી એકવાર 27 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
હવામાન વિભાગે 27 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે 6 જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદમાં રેડ અલર્ટ આપ્યું છે.ખેડા,પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, આણંદ, વડોદરા, ભરુચ, નર્મદા,સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ-દાદરાનગર હવેલી રેડ અલર્ટ અપાયું છે
આ જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ
બનાસકાંઠા,પાટણ,મહેસાણા,સાબરકાંઠા,ગાંધીનગર,અરવલ્લીમાં ઓરેન્જ અલર્ટ અપાયું છે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર, આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. સાથે જ ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ શકે છે. અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પોરબંદરના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તો કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.