એશિયાનું સૌથી મોટું કબ્રસ્તાન
ગોધરા ગુજરાતનું મહત્વનું શહેર છે. તે વર્ષ 2002માં બનેલી ગોધરાની ઘટના માટે જાણીતું છે. પરંતુ શું તમે જાણો છો કે ગોધરા શહેરમાં એશિયાનું સૌથી મોટું કબ્રસ્તાન પણ છે. આ કબ્રસ્તાન 400 વર્ષથી વધુ જૂનું છે અને તેનું નામ શેખ મઝવર કબ્રસ્તાન છે. તમને જાણીને નવાઈ લાગશકે કે, આ કબ્રસ્તાનની આસપાસ અનેક ફરવાલાયક સ્થળો આવેલા છે.
33 એકરમાં ફેલાયેલા આ કબ્રસ્તાનમાં તમે જ્યાં જુઓ ત્યાં માત્ર કબર
પહેલાના સમયમાં જ્યાં મસ્જિદ હતી તેની આસપાસ કબરો બાંધવામાં આવી હતી. એટલે કે મૃત વ્યક્તિને મસ્જિદની પાસે દફનાવવામાં આવતી હતી. તેથી જ ગોધરામાં આવી અનેક મસ્જિદો છે, જેની નીચે આજે પણ કબરો છે. 33 એકરમાં ફેલાયેલા આ કબ્રસ્તાનમાં તમે જ્યાં જુઓ ત્યાં માત્ર કબરો જ દેખાય છે. એવું કહેવાય છે કે અહીં પહેલી કબર વર્ષ 1800માં મળી હતી.
1800 ના વર્ષમાં અહીં પહેલી કબર મળી
33 એકરમાં ફેલાયેલા આ કબ્રસ્તાનમાં તમે જ્યાં જુઓ ત્યાં માત્ર કબરો જ દેખાય છે. 1800માં અહીં પહેલી કબર મળી હોવાનું કહેવાય છે.
ગરમ પાણીના કુંડ પણ આવેલા છે
જો તમે ગોધરા જાઓ અને ગરમ પાણીના કુંડ ન જુઓ તો તમારી સફર અધૂરી માનવામાં આવે છે. ગોધરાથી લગભગ 15 કિમી દૂર ટુવા ટીંબા એક સુંદર પર્યટન સ્થળ છે, જ્યાં ગરમ પાણીના કુંડ આવેલા છે. આ ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવાનું ધાર્મિક મહત્વ છે.
ભગવાન રામ પણ અહીં આવ્યા હતા
મધ્ય ગુજરાતમાં આ એકમાત્ર જગ્યા છે જ્યાં પાણીમાં સલ્ફર સૌથી વધુ જોવા મળે છે. આ પાણીથી નહાવાથી ત્વચા સંબંધી રોગો દૂર થાય છે. સ્થાનિક લોકોનું માનવું છે કે ગરમ પાણીનું ઝરણું પાંડવોના સમયથી અસ્તિત્વમાં છે અને ભગવાન રામ પણ અહીં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.