ગાંધીનગરમાં આવેલ સેકટર – 5 ના 75 વર્ષિય વૃધ્ધની તબીયત લથડી હતી. જેને લઇ તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી. ત્યારે આ દરમિયાન દર્દીને ઝીકા વાયરસ થયો હોવાનું સામે આવ્યું છે.
ગાંધીનગરમાં મિશ્ર ઋતુનાં વાતાવરણ વચ્ચે મચ્છરજન્ય રોગોમાં ઉછાળો આવ્યો છે. એવામાં ગાંધીનગરમાંથી ઝીકા વાયરસનો શંકાસ્પદ કેસ પણ સામે આવ્યો હતો. જેમાં સેકટર-5 ના 75 વર્ષિય વૃધ્ધની તબીયત લથડતા હાલત સ્થિર હોવાના પગલે ઘરે સારવાર આપવામાં આવી છે.
પૂનાની લેબોરેટરીમાં મોકલાયા સેમ્પલ
ગાંધીનગરમાં મિશ્ર ઋતુનાં અહેસાસ વચ્ચે વાયરલ બિમારીઓ વધી છે. બીજીબાજુ મચ્છરજન્ય રોગોનું પણ પ્રમાણ વધી ગયું છે. ડેન્ગ્યુની સાથે ચિકનગુનીયાનાં રોગમાં પણ શારીરિક પિડા-દુઃખાવો લાંબા સમય સુધી રહેવાની ફરિયાદ છે. એવામાં મચ્છરથી ફેલાતા ઝીકા વાયરસનો શંકાસ્પદ કેસ ગાંધીનગર શહેરમાંથી મળી આવ્યો છે. ગાંધીનગરના સેક્ટર-5માં રહેતા વૃદ્ધની તબીયત લથડી હતી. જેને લઇ તેમને સારવાર અર્થે અમદવાદની હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા. જે દરમ્યાન તબીબોને વૃદ્ધ દર્દીના લક્ષણો અલગ લાગતા તેમણે ઝીકા વાયરસના પરિક્ષણ માટે જરૃરી સેમ્પલ લેવડાવ્યા હતા અને તે પૂનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાને લઇ અને રોગચાળો અટકે તેને લઇ શંકાસ્પદ દર્દીના ઘર સહીતના આસપાસ વિસ્તારોમાં ખાસ ડ્રાઈવ યોજી પોરાનાશક તેમજ ફોગીંગની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત સેકટર 5 સહિત આસપાસના સેક્ટરોમાં મોનીટરીંગની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જોકે હાલ દર્દીની હાલત હાલ સ્થિર હોવાને પગલે ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.