ther Forecast : રાજ્યમાં 5 શહેરોનું તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું છે. પરંતું બે દિવસથી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્…
એપ્રિલ મહિનામાં ગુજરાતના ભિન્ન-ભિન્ન ભાગોમાં આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. એપ્રિલ મહિનામાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને 8 એપ્રિલે રાજ્યમાં ફરીથી પશ્ચિમી વિક્ષોપ આવશે. જેથી 12 એપ્રિલથી હવામાનમાં પલટો આવી શકે છે. 12 થી 14 એપ્રિલના ત્રણ દિવસના સમયગાળા દરમિયાન ગુજરાતના કોઈ પણ ભાગમાં આંધી-વંટોળ સાથે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે. આ દરમિયાન રાજ્યના કોઈ-કોઈ ભાગમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જ્યારે આગામી 27 થી 29 એપ્રિલ દરમિયાન આંધી-વંટોળનું પ્રમાણ વધી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, હજી બે દિવસ સુધી તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદમાં ગરમ રાત અનુભવાઈ હતી. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ગરમ રાત રહેવાની શક્યતા છે. બનાસકાંઠા, અમદાવાદ અને આણંદમાં ગરમ રાતની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણાના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. દરિયા કિનારે ડિસ્કમ્ફર્ટ યથાવત રહેશે. ગુજરાતનાં પૂર્વી પર્વતીય ભાગોમાં હળવો વરસાદ રહી શકે છે. પશ્ચિમી પવન ફૂંકાવાને કારણે તાપમાન ઘટી શકે છે.
એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાની શરુઆતથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હાલ તો ઉત્તર ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે. પરંતું એપ્રિલની શરૂઆત થતા જ વાતાવરણ ફરીથી પલટાઈ જશે. આગામી દિવસમાં ફરી તાપમાન ઊંચું જશે.
માર્ચના અંતમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, જેમાં દેશના ઉત્તર-પૂર્વના ભાગોમાં આંધી-વંટોળની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં પ્રી-મોન્સુન એક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે હવામાનમાં પલટો આવવાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલે એપ્રિલની શરુઆતમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની તથા આંધી આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. તારીખ 3-5 દરમિયાન દક્ષિણ ભારતના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ પણ અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે.
માર્ચના મધ્યથી જૂનના મધ્ય સુધી ગરમ પવનો ફૂંકાય છે અને તેના કારણે લૂ સહિતની અસર થતી હોય છે. અંબાલાલે આ ઉનાળા દરમિયાન આકરી ગરમી પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. એપ્રિલ મહિના દરમિયાન તેમણે તાપમાનનો પારો રાજ્યમાં 43-44 ડિગ્રી સુધી જવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે. એપ્રિલ મહિનામાં કાલવૈશાખીનો અનુભવ થવાની સંભાવનાઓ અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે
મહત્વનું છે કે ગુજરાતમાં પ્રી-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે છાંટા થવાની અને આંધી-વંટોળ સાથેનું હવામાન રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આ સાથે તેમણે ભારે પવનના કારણે કાચા મકાનોના પતરાં ઉડી જાય તેવો ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. આગામી મહિને એટલે કે એપ્રિલમાં અંબાલાલ પટેલે કાળઝાળ ગરમી પડવાની અને પારો ઊંચો જવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.