રાજ્યસભામાંથી ગૃહમંત્રી અમિત શાહે એનઆરસીનું બિલ પાસ કરાવ્યા બાદ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આખા દેશમાં NRCની કવાયત તેજ થઈ ગઈ છે. દેશમાં ગેરકાયદેસર રહેતા લોકોની ઓળખ કરવા માટે NRC બિલ લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ એક પછી એક રાજ્યમાં તેની અમલવારી શરૂ કરી દીધી છે. એનઆરસીના આધાર પર નાગરિકતાની ઓળખની ખાતરી કરવામાં આવે છે અને તેને સમગ્ર દેશમાં લાગૂ કરવામાં આવશે. હવે આ દિશામાં ગુજરાતમાં પણ ગેરકાયદેસર રહેતા લોકોની માહિતી એકત્ર કરવા માટે ઓર્ડર આવી ગયા છે.
ગુજરાતમાં NRCની કવાયત તેજ થઈ ગઈ છે. NRCને લઈને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં રહેતા ગેરકાયદેસર લોકોની માહિતી એકત્ર કરવા માટે તંત્રએ કામગીરી હાથ ધરી દીધી છે. ગુજરાતમાં NRC હેઠળ બાંગ્લાદેશી, પાકિસ્તાનથી આવેલા લોકોની માહિતી એકત્ર કરાશે.
એટલું જ નહીં, અમદાવાદનું ચંડોળા તળાવ જે ગેરકાયદેસર લોકોના વસવાટનું હબ ગણાય છે, તે વિસ્તારમાંથી પણ તંત્રએ માહિતી મેળવશે. આ સિવાય ગુજરાતમાં બનાસકાંઠા બોર્ડર, પાલનપુર, કચ્છ બોર્ડર પર તપાસ શરૂ કરવામાં આવશે અને ગેરકાયદે રહેતા નાગરિકોની ગણતરી હાથ ધરાશે.્
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.